News Continuous Bureau | Mumbai
ભારતીય મૂળના લેખક(Indian origin Author ) સલમાન રશ્દી(Salman Rushdie) (75)ની શુક્રવારે ન્યૂયોર્કમાં(New York) ચાકુ મારીને જીવલેણ હુમલો(deadly attack) કરવામાં આવ્યો હતો. પોલીસે પુષ્ટિ (Police confirmed) કરી હતી કે શુક્રવારે એક હુમલાખોર સ્ટેજ પર ધસી ગયો અને 75 વર્ષીય લેખકને પ્રેક્ષકો સાથે પરિચય કરાવવામાં આવી રહ્યો હતો ત્યારે રશ્દીને ગરદનમાં અને પેટમાં છરાથી હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક કાર્યક્રમમાં પ્રવચન આપવા ગયેલા રશ્દીને હુમલાખોરે મુક્કો માર્યો હતો અને ત્યારબાદ છરી વડે અનેક ઘા માર્યા હતા. છરીથી તેના ગળાના ભાગે ઊંડો ઘા માર્યો હતો અને શરીરનો ઉપરનો ભાગ લોહીથી લથબથ થઈ ગયો હતો. હુમલામાં ઘાયલ રશ્દી સ્ટેજ પરથી પડી ગયા. થોડી જ ક્ષણોમાં પહોંચેલા સુરક્ષાકર્મીઓએ તેને હુમલાખોરથી બચાવી લીધો અને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સમાચાર એજેન્સીના અહેવાલ મુજબ તેઓની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર પર છે.
સમાચાર એજન્સી એપીના(News Agency AP) અહેવાલ મુજબ હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. રશ્દી તેમની 1988ની નવલકથા ધ સેટેનિક વર્સીસમાં(novel The Satanic Verses) ઇસ્લામિક વિરોધી(Anti-Islamic) ટિપ્પણી માટે વિવાદમાં આવ્યા હતા. એક વર્ષ પછી, 1989 માં, ઈરાનના(Iran) તત્કાલિન સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ ખોમેનીએ(Ayatollah Khomeini) તેમની હત્યા માટે ફતવો બહાર પાડ્યો. ત્યારથી તેનો જીવ જોખમમાં હતો.
આ સમાચાર પણ વાંચો : લોકલ ટ્રેન યાત્રી કૃપયા ધ્યાન દે- પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે આજે 4 કલાકનો રહેશે નાઈટ બ્લોક
ન્યૂયોર્કના ગવર્નર(Governor of New York) કેથી હોચલે(Kathy Hochul) કહ્યું છે કે રશ્દીની યોગ્ય સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર તેની સર્જરી કરવામાં આવી રહી છે. કાળો સૂટ અને કાળો ચહેરો માસ્ક પહેરેલા હુમલાખોરની ઓળખ અને હેતુ પોલીસે હજુ સુધી જાહેર કર્યો નથી.
મુંબઈમાં મુસ્લિમ પરિવારમાં જન્મેલા રશ્દી ઘણા દાયકાઓથી બ્રિટનમાં રહેતા હતા. 2007માં, રશ્દીને બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વારા સાહિત્યની સેવા બદલ નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને સરનું બિરુદ મળ્યું હતું. રશ્દી 2000 પછી અમેરિકા ગયા. તેને 2016માં અમેરિકાની નાગરિકતા મળી હતી અને હાલમાં તે ન્યૂયોર્ક શહેરમાં રહે છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીના વધુ એક ડામ- હવે મીઠું પણ થશે મોંઘુ- આ કંપની ભાવ વધારવાની કરી રહી છે તૈયારી
