News Continuous Bureau | Mumbai
Ayodhya: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ( Ram Lala pran pratishtha ) મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેમ જ યુપી સરકાર અને અયોધ્યા પ્રશાસન આ સમારોહને ભવ્ય બનાવવા માટે સખત મહેનત કરી રહ્યું છે. રામ મંદિરનો ( Ram Mandir ) પહેલો માળ તૈયાર છે અને તેને શણગારવામાં આવી રહ્યો છે. પીએમ મોદીને ( PM Modi ) શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે કે એવી પૂરેપૂરી શક્યતા છે કે વડાપ્રધાન પોતાના હાથે ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિને સિંહાસન પર સ્થાપિત કરાવશે.
When Modi ji inaugurates the statue in Ayodhya & touches it, will I be there clapping & cheering? : Shankaracharya Swami Nishchalananda Saraswati, Jagannathpuri Math
Such foul language doesn’t suit a person holding such a high position.#AyodhyaRamMandir pic.twitter.com/KETIAzZUuC
— Political Views (@PoliticalViewsO) January 4, 2024
પ્રાપ્ત માહિતી મુજબ, ઓડિશાના ( Odisha ) જગન્નાથપુરી મઠના ( jagannath puri math ) શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ ( Nischalananda Saraswati ) આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે બુધવારે રતલામમાં એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય. રતલામમાં ત્રિવેણી કિનારે હિંદુ જાગરણ સંમેલનને સંબોધિત કરવા આવેલા શંકરાચાર્ય નિશ્ચલાનંદે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘જો મોદીજી ઉદ્ઘાટન કરે છે અને પ્રતિમાને સ્પર્શ કરે છે, તો શું હું ત્યાં તાળીઓ પાડીને જયકાર કરીશ? મારા પદની પણ એક ગરીમા છે. રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક શાસ્ત્રો મુજબ થવો જોઈએ, તેથી હું આવી ઘટનામાં શા માટે જાઉં?
તમામ મુખ્ય ધાર્મિક સ્થળોને ( religious places ) પ્રવાસન સ્થળ બનાવવામાં આવી રહ્યા છે. …
રામ મંદિર ટ્રસ્ટ તરફથી મળેલા આમંત્રણ અંગે શંકરાચાર્ય સ્વામી ( Shankaracharya Swami ) નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું, ‘મને જે આમંત્રણ મળ્યું છે તેમાં લખ્યું છે કે તમે અને તમારી સાથે માત્ર એક જ વ્યક્તિ કાર્યક્રમમાં આવી શકે. આ સિવાય હજુ સુધી અમારો કોઈપણ રીતે સંપર્ક કરવામાં આવ્યો નથી, જેના કારણે હું કાર્યક્રમમાં જઈશ નહીં. તેમણે કહ્યું કે રામ મંદિર પર જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે, તે ન થવી જોઈએ. આ સમયે રાજકારણમાં કંઈ જ યોગ્ય નથી. પુરીના શંકરાચાર્યએ પણ ધાર્મિક સ્થળો પર બાંધવામાં આવતા કોરિડોરની ટીકા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : India-Maldives Relations: અહો આશ્ચર્યમ, આ દેશના વડાપ્રધાને કહ્યું કે ભારતને કારણે અમારું લોકતંત્ર ખતરામાં છે.
સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે આજે તમામ મુખ્ય ધાર્મિક સ્થળોને પ્રવાસન સ્થળ બનાવવામાં આવી રહ્યા છે. આ રીતે તેમાં આનંદ અને લકઝરીની વસ્તુઓ ઉમેરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે દુનિયાના લોકો ગમે તે ધર્મના હોય, તેમના પૂર્વજો હિન્દુ હતા. નોંધનીય છે કે, નિશ્ચલાનંદ સરસ્વતી પુરીના પૂર્વમાનયા શ્રી ગોવર્ધન પીઠના હાલના 145મા જગદગુરુ શંકરાચાર્ય છે. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનો જન્મ 1943માં બિહારના મધુબની જિલ્લામાં થયો હતો. તે દરભંગાના મહારાજાના શાહી પૂજારીનો પુત્ર છે.
