Site icon

Ayodhya Ram Mandir: રામ મંદિર માટે બનાવાયું વિશ્વનું સૌથી મોટુ 400 કિલો વજન ધરાવતુ તાળું.. કિમંત સાંભળી રહી જશો દંગ.. વાચો સંપુર્ણ વિગત અહીં….

Ayodhya Ram Mandir: અલીગઢ સ્થિત કારીગર સત્ય પ્રકાશ શર્માએ અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોનું તાળું બનાવ્યું છે.

Ayodhya Ram Mandir: Weighing 400 kg, 10 feet tall, the largest lock in the world was made for the Ram temple

Ayodhya Ram Mandir: Weighing 400 kg, 10 feet tall, the largest lock in the world was made for the Ram temple

News Continuous Bureau | Mumbai 

Ayodhya Ram Mandir: અલીગઢ (Aligarh) ના વરિષ્ઠ કારીગર સત્ય પ્રકાશ શર્માએ અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram Mandir) માટે 400 કિલો જેટલું વજનનું તાળું બનાવ્યું છે. રામમંદિર જાન્યુઆરીમાં ભક્તો માટે ખોલવામાં આવશે, અને તેમણે આ મંદિર માટે આ તાળુ(lock) બનાવ્યું છે.

Join Our WhatsApp Community

હાથથી બનાવેલા તાળાઓ

શ્રી રામના કટ્ટર ભક્ત સત્ય પ્રકાશ શર્મા, તાળાઓ બનાવવા માટે જાણીતા છે. તેઓએ ‘વિશ્વનું સૌથી મોટું હાથથી બનાવેલું લોક’ બનાવવા માટે ઘણા મહિનાઓ સુધી કામ કર્યું. તેઓ આ તાળાઓ રામ મંદિરને ગિફ્ટ કરવા જઈ રહ્યા છે. ઘણા ભક્તો રામ મંદિરના દર્શન કરી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું કે શર્મા દ્વારા બનાવેલા તાળાનો ઉપયોગ શક્ય છે કે કેમ તે જોવું પડશે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Weather Forecast : હવામાન વિભાગની આગાહી.. જાણો મુંબઈ અને મહારાષ્ટ્રમાં આગામી 7 દિવસ સુધી વરસાદની શું સ્થિતિ રહેશે? વાંચો વિગતવાત અહીં…

તાળાઓનું ઘર

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અલીગઢ શહેરને તાળાઓનું ઘર એટલે કે ‘તાલાનગરી'(tala nagri) તરીકે ઓળખવામાં આવે છે. સત્ય પ્રકાશ શર્મા(Satya Prakash sharma) પેઢીઓથી કારીગર છે, અને તેમના સમગ્ર પરિવારે સદીઓથી વધુ સમયથી તાળા બનાવવાની કળામાં પોતાને સમર્પિત કર્યા છે. સત્યપ્રકાશ પોતે 45 વર્ષથી હાથ વડે તાળાઓ બનાવે છે.

તાળાની ઊંચાઈ દસ ફૂટ છે

અયોધ્યામાં રામ મંદિર માટે તૈયાર કરાયેલું તાળું દસ ફૂટ ઊંચું, સાડા ચાર ફૂટ પહોળું અને સાડા નવ ઈંચ જાડું છે. તેના માટે ચાર કિલ્લોની ચાવી પણ તૈયાર કરવામાં આવી છે. આ તાળાઓ આ વર્ષની શરૂઆતમાં અલીગઢમાં યોજાયેલા વાર્ષિક પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. શર્માએ જણાવ્યું કે તેમાં નાના-મોટા સુધારા અને ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે.

સત્ય પ્રકાશ શર્માએ જણાવ્યું કે, આ તાળું તેણે પત્ની રુક્મિણીની મદદથી બે લાખ રૂપિયાની મદદથી બનાવ્યું હતું. તેમણે કહ્યું કે આ તાળા માટે બે લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને તેમની પત્નીએ કરેલી બચતનો ઉપયોગ આ વિચારને સાકાર કરવા માટે કરવામાં આવ્યો છે.

 

 

PM Modi: બજેટ પહેલા પીએમ મોદીનો મોટો સંકેત: “હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર નીકળી પડ્યા છીએ”, જાણો દેશ માટે શું છે વડાપ્રધાનનો પ્લાન
Republic Day 2026 Winners: જાણો કોની ઝાંખી રહી સૌથી શ્રેષ્ઠ? ગણતંત્ર દિવસ પરેડના પરિણામો જાહેર: મહારાષ્ટ્ર, ગુજરાત અને નૌસેનાએ મારી બાજી
Pilot Shambhavi Pathak:દિલ્હીના પરિવાર પર આભ તૂટ્યું: પાઈલટ દીકરીના લગ્નની કંકોત્રી છપાવાની હતી અને કાળમુખી દુર્ઘટનાએ માતમ ફેલાવ્યો
India-EU FTA: ભારત-EU વ્યાપાર સમજૂતી: ખેડૂતોના હિતમાં મોદી સરકારનો મોટો નિર્ણય; ડેરી, ચોખા અને ઘઉં પર આયાત ડ્યુટીમાં કોઈ છૂટ નહીં
Exit mobile version