Site icon

Ayodhya: અયોધ્યામાં ભાજપની હાર બાદ આવ્યા આ 5 મોટા ફેરફારો, VIP કલ્ચરનો આવ્યો અંત; એરો સિટી પ્રોજેક્ટ પણ બંધ.. જાણો વિગતે..

Ayodhya: રામનગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી - 2024માં ભારતીય જનતા પાર્ટી ફૈઝાબાદ લોકસભા સીટ પર હારી ગયા બાદ હારનું કારણ તપાસમાં લાગી હતી અને તેથી સરકાર તથા વહીવટીતંત્રે હવે અહીં ડેમેજ કંટ્રોલમાં તેના નિતિનિયમોમાં મોટો બદલાવ જાહેર કર્યો હતો.

Ayodhya These 5 big changes came after BJP's defeat in Ayodhya, VIP culture came to an end; Arrow city project also closed.. Know details..

Ayodhya These 5 big changes came after BJP's defeat in Ayodhya, VIP culture came to an end; Arrow city project also closed.. Know details..

News Continuous Bureau | Mumbai

Ayodhya: લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ફૈઝાબાદ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીની ( BJP ) હાર બાદ વહીવટીતંત્રે યુ-ટર્ન લીધો છે અને અયોધ્યાના વિકાસને લઈને પોતાની નીતિઓમાં હવે ફેરફાર કર્યો છે. જેના કારણે વહીવટીતંત્ર દ્વારા પાંચ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.  

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, રામનગરી અયોધ્યામાં રામ મંદિરના ( Ayodhya Ram Mandir ) નિર્માણ બાદ આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી – 2024માં ( Lok Sabha Elections – 2024 ) ભારતીય જનતા પાર્ટી ફૈઝાબાદ લોકસભા સીટ ( Faizabad Lok Sabha Seat ) પર હારી ગયા બાદ હારનું કારણ તપાસમાં લાગી હતી અને તેથી સરકાર તથા વહીવટીતંત્રે હવે અહીં ડેમેજ કંટ્રોલમાં તેના નિતિનિયમોમાં મોટો બદલાવ જાહેર કર્યો હતો.

Ayodhya: છેલ્લા 20 દિવસમાં સરકાર અને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પાંચ મોટા નિર્ણયો લેવાયા…

છેલ્લા 20 દિવસમાં સરકાર અને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પાંચ મોટા નિર્ણયો હેઠળ, અયોધ્યામાં હવે જૂના મંદિરોને તોડવામાં આવશે નહીં. આ સિવાય અયોધ્યાના નાગરિકોના વાહનો પણ હવે કોઈપણ પ્રતિબંધ વિના શહેરમાં પ્રવેશી શકશે. આ અગાઉ લોકસભા ચૂંટણીના પરિણામ સુધી અયોધ્યામાં માત્ર નેતાઓ અને અધિકારીઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવતો હતો. તેથી લોકોમાં રોષ હતો. જો કે, હવે નિયમોમાં ફેરફાર કરાતા તમામ નાગરિકોની ગાડીઓને પણ હવે શહેરમાં પ્રવેશવાની પરવાની આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Madhya Pradesh: મધ્ય પ્રદેશના બડવાનીમાં હવે ઈન્ટર કાસ્ટ લગ્ન પર થશે 5 લાખનો દંડ, આદિવાસી સમૂહની બેઠકમાં મોટો નિર્ણય..

તેમજ અયોધ્યાના લોકોના વાહનો શહેરમાં પ્રવેશવાના કારણે હવે VIP કલ્ચર ( VIP culture) પણ ખતમ હવે થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના આ પગલાને હવે ડેમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ સિવાય એરો સિટી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફ્લાયઓવરના પ્રસ્તાવને રદ કરવા ઉપરાંત, અયોધ્યા વિકાસના સ્થાપિત દુકાનદારોને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તેમને વ્યાજ વગર દુકાનો ફાળવવામાં આવશે. અયોધ્યા સાથે જોડાયેલા 41 ગામોને મહાનગરપાલિકામાં સામેલ કરીને ત્યાંની પ્રાથમિક સુવિધાઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે. તેમજ તેમની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરાશે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version