Site icon

મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પતંજલિની કોરોનીલ દવા પર પ્રતિબંધ.. વેચાણ પર કાનૂની કાર્યવાહી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

25 જુન 2020 

 બાબા રામદેવ ફરી વિવાદોમાં.. બાબા રામદેવ દ્વારા ખાસ   કોરોનાની દવા તરીકે  લોન્ચ કરાયેલી કોરોનીલ દવાને રાજસ્થાનમાં પ્રતિબંધિત બાદ મહારાષ્ટ્રમાં પણ રોક લગાવવામાં આવી છે આની જાણકારી ગૃહમંત્રી અનિલ દેશમુખ દ્વારા આપવામાં આવી હતી. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે આ દવાની કેટલા લોકો પર અને ક્યારે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી છે તેના કોઇ પુરાવા કે માહિતી ન હોવાને કારણે, દવાને કોરોનાની દવા તરીકે મહારાષ્ટ્રમાં વેચવાની મંજૂરી આપી શકાય નહીં, અને જે કોઈ વિક્રેતા કોરોનીલ ને કોરોનાની દવા તરીકે વેચશે તેના પર કાનૂની કાર્યવાહી કરવાની વાત પણ દેશમુખે કરી છે..

બીજી બાજુ રાજસ્થાન ના આરોગ્ય મંત્રી ડોક્ટર રઘુ શર્માએ પણ મીડિયાને માહિતી આપી હતી કે આ દવા પર રાજસ્થાન માં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, કારણ કે બાબાએ માર્કેટમાં મૂકેલી દવાને આયુષ મંત્રાલયએ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે માન્યતા આપી હતી. જે  તાવ શરદી અને ખાંસી માટે હતી. પરંતુ જ્યારે એને કોરોનાની આયુર્વેદિક દવા તરીકે બાબાએ પ્રચાર-પ્રસાર કરવા માંડ્યો અને વિવાદ વકર્યો, ત્યારબાદ રાજસ્થાન સરકારે આખા રાજ્યમાં પતંજલિની આ દવાના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે....

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fXVsFS 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version