વીગન મિલ્ક પ્રોડક્ટને લઈ અમૂલ અને પેટા ઈન્ડિયા સામસામે આવી ગયા છે.
અમૂલના વાઈસ પ્રેસિડન્ટ વલમજીએ પીએમ મોદીને પત્ર લખીને અમૂલે જાનવરોના અધિકારનું સંરક્ષણ કરનારા સંગઠન પેટા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
તેમનું કહેવું છે કે, આ લોકોની આજીવિકા બરબાદ કરવાની કોશિશ કરી રહ્યાં છે. તેમણે આરોપ લગાવ્યો કે,પેટાની હરકતોથી ભારતીય ડેરી સેક્ટરની છબી ખરડાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે પેટાએ તાજેતરમાં જ દેશની સૌથી મોટી ડેરી અમૂલને વીગન મિલ્ક પ્રોડક્ટના ઉત્પાદન અંગે વિચાર કરવા કહ્યું હતું. ત્યારબાદ અમૂલે પેટા ઈન્ડિયા દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપ્યો હતો.