Site icon

Bangalore cafe blast: બેંગલુરુ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ જાહેર કર્યો હુમલાખોરનો ફોટો, માહિતી આપનારને મળશે 10 લાખનું ઈનામ

Bangalore cafe blast: બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ હુમલાખોર વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. હુમલાખોર વિશે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.1 માર્ચના રોજ પૂર્વ બેંગલુરુના બ્રુકફિલ્ડમાં રામેશ્વરમ કેફેમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટની તપાસ NIAને સોંપવામાં આવી હતી.

-Bangalore cafe blast Rs 10 lakh reward announced for tip on bomber, NIA releases pic

-Bangalore cafe blast Rs 10 lakh reward announced for tip on bomber, NIA releases pic

News Continuous Bureau | Mumbai

Bangalore cafe blast: બેંગલુરુના રામેશ્વર કેફે ( Rameshwar Cafe ) માં બોમ્બ પ્લાન્ટ કરનાર આરોપીના માથા પર  10 લાખ રૂપિયાનું ઈનામ ( Reward ) જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કેન્દ્રીય તપાસ એજન્સી ( National Investigation Agency ) એ આરોપીનો ફોટો પણ જાહેર કર્યો છે. આ ફોટામાં આરોપી બેગ પકડીને કેપ પહેરેલો જોવા મળે છે.

Join Our WhatsApp Community

વ્યક્તિ વિશે માહિતી આપનારને મળશે 10 લાખ રૂપિયાનું ઈનામ

NIAએ રામેશ્વરમ કાફેમાં બોમ્બ મૂકનાર વ્યક્તિ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. NIAએ કહ્યું કે ઓળખ આપનાર વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. 

 

મહત્વનું છે કે ગત 1 માર્ચના રોજ બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા. NIA આ મામલે તપાસ કરી રહી છે. આ પહેલા કેફેમાં થયેલા બ્લાસ્ટના ફૂટેજ સામે આવ્યા હતા. તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિએ રવા ઈડલીનો ઓર્ડર આપ્યો હતો. આ પછી તેણે પોતાની બેગ કાઉન્ટર પાસે રાખી અને ઓર્ડર લીધા વગર જ નીકળી ગયો. કાફેની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજમાં આ વ્યક્તિ ઝડપથી દોડતો જોવા મળ્યો હતો. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે વ્યક્તિએ  કેપ પહેરેલી છે અને તેના હાથમાં બેગ છે. તેણે ચેહેરો છુપાવવા માટે માસ્ક અને ચશ્મા પહેર્યા હતા.

આતંકી એંગલની તપાસ ચાલુ

આ વ્યક્તિના સીસીટીવી ફૂટેજ જાહેર થયા છતાં સુરક્ષા એજન્સીઓ હજુ પણ આરોપી સુધી પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં NIAએ હવે 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. કર્ણાટક પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. NIA આ કેસમાં આતંકી એંગલની તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : RBI: ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટું અપડેટ, હવે નહીં ચાલે બેંકોની મનમાની; RBIએ ગ્રાહકોને આપ્યો આ મોટો અધિકાર..

આ કેસમાં આરોપીની શોધખોળ હજુ ચાલુ છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. NIA અને કર્ણાટક પોલીસ બંને આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે. મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે NIA તપાસના આદેશ આપ્યા હતા. ત્યારપછી NIAએ આ મામલે તપાસ શરૂ કરી છે.

Vande Bharat Sleeper: વંદે ભારત સ્લીપર ટ્રેન નાલોન્ચિંગ પર બ્રેક લાગી, જાણો ક્યારે દોડશે પાટા પર.
Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Exit mobile version