Site icon

Bangladesh crisis: બાંગ્લાદેશમાં હાલત બદતર, હિન્દુઓના ઘરો-મંદિરોને આગચંપી; એર ઈન્ડિયા એક્શનમાં; વિશેષ ચાર્ટર્ડ પ્લેન દ્વારા આટલા લોકો વતન પરત ફર્યા

Bangladesh crisis: આજથી એર ઈન્ડિયાની દિલ્હીથી ઢાકા માટે દરરોજની બે ફ્લાઈટ હશે. વિસ્તારા અને ઈન્ડિગોની ફ્લાઈટ્સ પણ શેડ્યૂલ પ્રમાણે ઓપરેટ થશે. બંને કંપનીઓની ઢાકા માટે ફ્લાઇટ સેવા ચાલુ રહેશે.

Bangladesh crisis Air India's special flight evacuates 205 people from Dhaka

Bangladesh crisis Air India's special flight evacuates 205 people from Dhaka

News Continuous Bureau | Mumbai 

Bangladesh crisis:પાડોશી દેશ બાંગ્લાદેશમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો છે. તેમણે હાલ ભારતમાં આશ્રય લીધો છે. બીજી તરફ બાંગ્લાદેશમાં સ્થિતિ હાથમાંથી નીકળી ગઈ છે. આંદોલનકારીઓ દ્વારા તોડફોડ ચાલી રહી છે. લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. 

Join Our WhatsApp Community

Bangladesh crisis: બાંગ્લાદેશમાં હિંદુઓના ઘરો બાળવામાં આવી રહ્યા છે

બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા હિંદુઓના ઘરો બાળવામાં આવી રહ્યા છે. તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને જોતા એર ઈન્ડિયા એક્શન મોડ પર છે. ઢાકા અને દિલ્હી વચ્ચે ખાસ ચાર્ટર્ડ પ્લેન શરૂ કરવામાં આવ્યું છે. 205 લોકોને નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. 

જણાવી દઈએ કે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ આજે સવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી. તેમાં છ બાળકો સહિત 205 લોકોનો સમાવેશ થાય છે. ભારતીય નાગરિકો A321 નિયો એરક્રાફ્ટમાં ઘરે પરત ફર્યા હતા. ઢાકા એરપોર્ટ પર ખૂબ જ મૂળભૂત સમસ્યાઓ હોવા છતાં, તમામ પડકારોને પાર કરીને, એર ઈન્ડિયાએ વિશેષ ફ્લાઇટ સેવા ચાલુ રાખી અને ભારતીયોને બચાવ્યા. દિલ્હીથી ઢાકા જતી ફ્લાઈટમાં કોઈ મુસાફરો ન હતા. આ વિમાન બાંગ્લાદેશમાં ફસાયેલા લોકોને બચાવવા માટે જ ઢાકા એરપોર્ટ પહોંચ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Hamas New Chief : ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ હમાસે નવા ચીફની નિમણૂક કરી, આ ઈઝરાયેલ હુમલાના આ માસ્ટરમાઈન્ડને બનાવ્યો નવો પ્રમુખ..

Bangladesh crisis: બાંગ્લાદેશમાં કુલ 19 હજાર ભારતીય નાગરિકો

મહત્વનું છે કે બાંગ્લાદેશમાં કુલ 19 હજાર ભારતીય નાગરિકો હોવાની માહિતી આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે સંસદમાં આપી હતી. 19 હજાર ભારતીય નાગરિકો બાંગ્લાદેશમાં ફસાયેલા છે અને તેમાંથી 9 હજાર વિદ્યાર્થીઓ છે.

India-EU Trade Deal Final: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પૂર્ણ, લક્ઝરી કાર, દવા અને વાઈનના ભાવમાં થશે ધરખમ ઘટાડો.
Patna Girls Hostel Case: FSL રિપોર્ટમાં વિદ્યાર્થિની સાથે અમાનવીય કૃત્યની પુષ્ટિ, પોલીસ દ્વારા ૬ શંકાસ્પદોના DNA સેમ્પલ લેવાયા; તપાસ તેજ
India-EU Trade Deal 2026: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી, જાણો કેવી રીતે આ ડીલ ભારતીય અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે.
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Exit mobile version