ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 મે 2021
શનિવાર
દેશમાં વધતા કોરોના પ્રકોપની અસર સામાન્ય નાગરિકના દૈનિક કામકાજ પર જોવા મળે છે. દેશના અમુક રાજ્યોમાં છેલ્લા પંદર દિવસથી આંશિક લોકડાઉન લાગુ કરાયું છે.એના લીધે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. બેન્કની સમય મર્યાદા ઘટાડવાથી જનતાના બેન્કના કામ અટકી ગયા છે,હવે પાછા આવતા પંદર દિવસ માટે ફરીથી આંશિક લોકડાઉનના ભણકારા વાગે છે. એવામાં મે મહિનામાં અંદાજે 12 દિવસ બેંક પણ બંધ રહેવાની છે.
તો જાણીએ કે મે મહિનામાં બેંક ક્યારે બંધ રહેશે.
1 મે ના દિવસે મહારાષ્ટ્ર દિન હોવાથી કામદાર દિવસ ઉજવવામાં આવે છે. માટે એ દિવસે બેંક બંધ રહેશે.
2 મેં એ રવિવાર હોવાને કારણે બેન્કો બંધ રહેશે.
આરબીઆઇની વેબસાઈટમાં આપેલી માહિતી અનુસાર મે મહિનામાં કુલ પાંચ દિવસ બેંક બંધ રહેશે. બુદ્ધ પૂર્ણિમા અને ઈદ-ઉલ-ફિત્ર જેવા તહેવાર
હોવાને કારણે રજાઓ સ્થાનિક રાજ્ય સ્તરે પાળવામાં આવશે. કારણ અમુક તહેવાર એવા છે જે સંપૂર્ણ દેશમાં લાગુ ન હોવાથી કોઈક રાજ્યોમાં જ પાંચ
દિવસની રજા હશે.
બેન્ક હોલીડે સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે એટલે કે 8 મે અને 22મી મે બેન્ક બંધ રહેશે.
શું ભારતનું વેક્સિન સંકટ ટળશે? આ દેશ ભારતમાં ૮૫ કરોડ રસી બનાવશે.
આ સિવાય મે મહિનામાં 5 રવિવાર આવવાથી એ દિવસે પણ બેંકો બંધ રહેશે.
દેશમાં વધતા કોરોના સંક્રમણને મુદ્દે ભારતીય બેંક એસોસિયેશનને બેંક સંગઠનને સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ બેંક ખુલ્લી રાખવાનું સૂચન કર્યું હતું.