Site icon

કુવૈતએ મુક્યો ભારતીયો પર પ્રતિબંધ. આઠ કરોડ ભારતીયોની નોકરી જવાનો ખતરો.. જાણો વિગત.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

31 જુલાઈ 2020

ખાડી દેશ કુવૈત એ કોવિડ 19 ની મહામારી ને પગલે કડક પગલાં ભર્યા છે. જે અંતર્ગત તેમના દેશમાં ભારતીય નાગરિકો પર પ્રતિબંધ મૂકી દીધો છે.. કુવૈત સરકારે જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ફિલિપાઇન્સ થી આવનારા તમામ નાગરિકો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ઉપરોક્ત દેશ સિવાયના પ્રવાસીઓને અવરજવર કરવાની છૂટ આપવામાં આવી છે.

 

કુવૈતમાં 1 ઑગસ્ટથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવામાં આવશે. જે પાછલા સાડા ત્રણ મહિનાથી બંધ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, જો ભારતીયો પર પ્રતિબંધ લાગુ કરાશે તો ખાડી દેશોમાં નોકરી કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે. જે લોકો ભારત જઈને મહામારીને કારણે ફસાઈ ગયા છે એવા અસંખ્ય લોકોનો છે પરિવાર કુવૈતમાં રહી ગયો છે અને પરત ફરવા ઈચ્છે છે. જેમાંથી ઘણા લોકોના તો વિઝા પણ સમાપ્ત થઈ ગયા છે.' એવું કુવૈત માં રહેતા ભારતીયો એ જણાવ્યું હતું.

 ઉલ્લેખનીય છે કે કુવૈત સરકારે ભારતીય કામદારો માટે એક નવો મુસદ્દો તૈયાર કર્યો છે. જેમાં ભારતીય લોકો માટે 15 ટકાનો કોટા નક્કી કરવામાં આવ્યો છે. જો આ કાયદો લાગુ થાય તો લગભગ સાડા આઠ લાખ ભારતીયોએ સ્વદેશ પરત ફરવું પડશે. આ સંદર્ભે ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી કે, "તેઓ ભારતીય નાગરિકો પર મુકવામાં આવેલા પ્રતિબંધથી વાકેફ છે અને આ મામલે ઉચ્ચ પ્રશાસનિક સ્તરે ઉકેલ શોધવાના પ્રયાસો ચાલુ છે."

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Pulwama Terror Attack: પુલવામા હુમલાને 7 વર્ષ પૂર્ણ: કાશ્મીર ઘાટીમાં અભેદ્ય કિલ્લાબંધી અને હાઈ એલર્ટ, શહીદોની યાદમાં આખું ભારત થયું ભાવુક
PM Modi Assam Visit 2026: હવે હાઈવે પર ઉતરશે ફાઈટર જેટ્સ! આસામમાં NH-37 પર પીએમ મોદીના વિમાનનું થશે લેન્ડિંગ; નોર્થ-ઈસ્ટને મળશે પ્રથમ ELF ની ભેટ
Bengaluru Highway Accident: બેંગલુરુમાં ભયાનક રોડ અકસ્માત, કાર-બાઇક-કેન્ટરની ટક્કરમાં 7 લોકોના મોત, ટ્રાફિક જામની સ્થિતિ
AI Summit 2026: ભારત બનશે વિશ્વનું ‘AI હબ’! ભારત મંડપમમાં પિચાઈ અને ઓલ્ટમેન સાથે PM મોદીની ખાસ બેઠક, જાણો કેવી રીતે બદલાશે આપણી દુનિયા.
Exit mobile version