Site icon

હવે ટ્રેનમાં ભિખારીઓ અને ધુમ્રપાન કરનારાઓથી પરેશાન થવા તૈયાર થઈ જાઓ.. સરકારે આ બંને ગુનાહને ડીક્રિમિલાઈઝેશન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

09 સપ્ટેમ્બર 2020

ભારતીય રેલ્વેએ સ્ટેશનો અને ટ્રેનોમાં ભીખ માંગવાની સાથે સાથે કોચની અંદર ધૂમ્રપાન કરવું હવે ગંભીર પ્રકારના ગુના નહીં ગણાય. પરંતુ, દંડ લઈને છોડી મુકવામાં આવે, એવો પ્રસ્તાવ મૂક્યો છે. કાયદો, ન્યાય અને વ્યવસ્થા તંત્ર પરથી કામનો બોજો આછો કરવા માટે કેન્દ્ર સરકારે મામુલી ગુનાઓ ને 'ડીક્રિમિલાઈઝેશન ઓફ માયનર ઓફેન્સ' કરવાનો નિર્ણય લીધો છે.

રેલવેના એક ઉચ્ચ અધિકારી દ્વારા જણાવ્યા મુજબ કેબિનેટ સચિવાલય નિર્દેશિત રેલ્વેના ગુના બદલ સ્થાન પર જ દંડની માત્રામાં વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે. મંત્રાલયના ઘણા વિભાગોએ અપરાધીઓની ધરપકડ કરવાને બદલે દંડની માત્રામાં વધારો કરવાની દરખાસ્ત કરી છે. આને કારણે મહિલાઓના ડબ્બામાં પ્રવાસ કરવો, વગર ટીકીટે મુસાફરી કરનાર, પાટા ક્રોસ કરવા, ટ્રેનમાં ઉપદ્રવ કરવા જેવાં ગુનાઓમાં ઘટાડો નોંધાશે. એવી રેલ્વે પ્રશાસનને આશા છે.

આનો અર્થ એ નથી કે રેલ્વે, સ્ટેશન અથવા ટ્રેનોમાં ભીખ માંગવા અથવા બીજા ગુના કરવા માટે પ્રોત્સાહિત કરશે. ઘોષણા કરવાનો અર્થ એ પણ નથી કે તે કાયદેસર કરવામાં આવશે. આવી પ્રવૃત્તિઓને રોકવા માટે આરપીએફ અને અન્ય સ્ટાફ દ્વારા દેખરેખ વધારવામાં આવશે, એમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે.

રેલ્વે એક્ટની કલમ 144 (૨) કહે છે કે જો કોઈ પણ વ્યકિત રેલ્વે ગાડીમાં અથવા રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતા પકડાય  તો તે એક વર્ષની કેદની સજા માટે અથવા દંડ, જે ₹ 2,000 સુધી હોઈ શકે, તે માટે જવાબદાર રહેશે. જ્યારે રેલ્વે એક્ટ, 1989 ની કલમ 167 માં જણાવાયું છે કે "રેલવેના કોઈપણ ડબ્બામાં કોઈ પણ વ્યક્તિ, જો તે ડબ્બામાં પ્રવાસ કરતાં મુસાફર દ્વારા વાંધો ઉઠાવશે, તો તે ધૂમ્રપાન કરશે નહીં."

કેદ્ર સરકારની નવી જોગવાઈ મુજબ, જો કોઈ ગુનેગાર તુરંત વધારાનો દંડ ચૂકવે છે, તો અધિકૃત અધિકારી મહત્તમ દંડની રકમ વસૂલ કરીને છોડી શકે છે. અને જે કોઈ દંડ ન ભારે તો  તેની વિરુદ્ધ કાર્યવાહી કરી સજા પણ કરી શકાય છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version