Site icon News Continuous Bureau | Mumbai

Bengal Election 2026। બંગાળમાં વોટિંગનો પાવર! રેકોર્ડતોડ ૯૨.૨૫% મતદાનથી રાજકીય પક્ષોના સમીકરણો બદલાયા, જાણો શું કહે છે આ આંકડા

Bengal Election 2026। હિંસાના કલંકને ભૂંસી લોકશાહીનો વિજય; કોલકાતામાં પણ 88.52% મતદાન, 4 મેના રોજ ખુલશે કિસ્મતનો પટારો

Bengal Election 2026। બંગાળમાં વોટિંગનો પાવર! રેકોર્ડતોડ ૯૨.૨૫% મતદાનથી રાજકીય પક્ષોના સમીકરણો બદલાયા, જાણો શું કહે છે આ આંકડા

Bengal Election 2026। બંગાળમાં વોટિંગનો પાવર! રેકોર્ડતોડ ૯૨.૨૫% મતદાનથી રાજકીય પક્ષોના સમીકરણો બદલાયા, જાણો શું કહે છે આ આંકડા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Bengal Election 2026। પશ્ચિમ બંગાળના ચૂંટણી ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. બુધવારે યોજાયેલા બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં જનતાએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવતા 92.25% જેટલું વિક્રમી મતદાન કર્યું છે. દાયકાઓથી ચૂંટણી હિંસા માટે બદનામ રહેલા બંગાળમાં આ વખતે કોઈ મોટી દુર્ઘટના વિના શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ચૂંટણી પંચના અથાગ પ્રયાસો અને સુરક્ષા દળોની મુસ્તૈદીને કારણે આ વખતે બંગાળ દેશ માટે એક ‘રોલ મોડલ’ બનીને ઉભર્યું છે.

આંકડાઓની નજરે રેકોર્ડ મતદાન

અંતિમ તબક્કામાં 7 જિલ્લાની 142 બેઠકો પર રાત્રે 9 વાગ્યા સુધી 92.25% મતદાન નોંધાયું છે. અગાઉ પ્રથમ તબક્કામાં પણ 93.19% જેટલું અધધ મતદાન થયું હતું. બંને તબક્કાઓને મેળવીને કુલ સરેરાશ મતદાન 92.72% નોંધાયું છે, જે 2021 ની ચૂંટણીના 82.30% કરતા ઘણું વધારે છે. સૌથી વધુ મતદાન પૂર્વ બર્ધમાન જિલ્લામાં 93.70% થયું છે, જ્યારે કોલકાતાએ 88.52% મતદાન કરીને બધાને ચોંકાવી દીધા છે.

દિગ્ગજોની કિસ્મત ઈવીએમમાં કેદ

બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ મુખ્યમંત્રી મમતા બેનર્જી, વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી, અને સંદેશખાલી આંદોલનનો ચહેરો બનેલી રેખા પાત્ર સહિત કુલ 2,926 ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પશ્ચિમ બંગાળની સૌથી હોટ સીટ ગણાતી ભવાનીપુરમાં 86.64% મતદાન થયું છે. મતદાનના દિવસે મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી એકબીજાની અત્યંત નજીક હોવા છતાં બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંવાદ જોવા મળ્યો નહોતો.

શાંતિપૂર્ણ લોકશાહીનો પર્વ

નાની-મોટી છૂટક ઘટનાઓને બાદ કરતાં આ વખતે બંગાળમાં ક્યાંય બોમ્બ બ્લાસ્ટ કે ગોળીબાર જેવી હિંસક ઘટનાઓ જોવા મળી નથી. કવિક રિસ્પોન્સ ટીમ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હવે સૌની નજર 4 મે પર ટકેલી છે, જ્યારે મતગણતરી થશે અને ખબર પડશે કે બંગાળની સત્તાની ચાવી જનતાએ કોને સોંપી છે.

👉 આ સમાચાર વાચો:
USIran Relations। પાકિસ્તાન નું પત્તુ કપાયું! ટ્રમ્પે ઈરાન સાથે સીધી વાત કરવાની કરી જાહેરાત, મધ્યસ્થતાના નામે ચાલતી રમતનો અંત?

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version