ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે છેલ્લા નવ મહિનાથી આંદોલન ચલાવી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ અગામી 27 સપ્ટેમ્બરે 'ભારત બંધ'ની જાહેરાત કરી છે.
આ ભારત બંધ સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ દરમિયાન, તમામ સરકારી અને ખાનગી કચેરીઓ, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ, દુકાનો, ઉદ્યોગો અને વ્યાપારી સંસ્થાઓ તેમજ જાહેર કાર્યક્રમો સમગ્ર દેશમાં બંધ રહેશે.
તે જ સમયે, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, રાહત અને બચાવ કામગીરી સહિત તમામ કટોકટી સંસ્થાઓને મુક્તિ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદો પર છેલ્લા 9 મહિનાથી ખેડૂતો ધરણા આપીને બેઠા છે. તેમની માગ છે કે સરકાર દ્નારા જે ત્રણ નવા કૃષિ કાયદાઓ લાગૂ કરવામાં આવ્યા છે. તે કાયદાઓને પરત ખેચવામાં આવે.