Site icon

Bharat Gaurav Trains : ‘ભારત ગૌરવ’ ટ્રેનોએ વર્ષ 2023માં 96,000 થી વધુ પ્રવાસીઓને લઈને 172 યાત્રા કરી

Bharat Gaurav Trains : વર્ષ 2023 દરમિયાન, 96,491 પ્રવાસીઓને લઈને ભારત ગૌરવ ટ્રેનોની કુલ 172 ટ્રિપ્સ ચલાવવામાં આવી છે, જે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા દેશભરના વિવિધ પર્યટન સ્થળોને આવરી લે છે.

Bharat Gaurav Trains Bharat Gaurav trains undertake 172 trips carrying over 96000 tourists in 2023

Bharat Gaurav Trains Bharat Gaurav trains undertake 172 trips carrying over 96000 tourists in 2023

News Continuous Bureau | Mumbai

Bharat Gaurav Trains : ભારતીય રેલવેએ ‘ભારત ગૌરવ’ ટૂરિસ્ટ ટ્રેનોના બેનર હેઠળ થીમ આધારિત સર્કિટ પર ટૂરિસ્ટ ટ્રેનોના સંચાલનનો ખ્યાલ રજૂ કર્યો હતો. થીમ આધારિત આ ટૂરિસ્ટ સર્કિટ ટ્રેનોનો ઉદ્દેશ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને પ્રદર્શિત કરવાનો છે. વર્ષ 2023 દરમિયાન, 96,491 પ્રવાસીઓને લઈને ભારત ગૌરવ ટ્રેનોની કુલ 172 ટ્રિપ્સ ચલાવવામાં આવી છે, જે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા દેશભરના વિવિધ પર્યટન સ્થળોને આવરી લે છે. આ ટ્રેનોમાં શ્રી રામ-જાનકી યાત્રા અયોધ્યાથી જનકપુર જેવી મોટી ટૂરિસ્ટ સર્કિટ તેમજ શ્રી જગન્નાથ યાત્રા; “ગરવી ગુજરાત” પ્રવાસ; આંબેડકર સર્કિટ; નોર્થ ઇસ્ટ ટૂરને આવરી લેવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ ટ્રેનોમાં હાથ ધરવામાં આવતી મુસાફરીને વ્યાપક ટૂર પેકેજના રૂપમાં ઓફર કરવામાં આવે છે, જેમાં ઓફ-બોર્ડ મુસાફરી અને બસો દ્વારા પર્યટન, હોટલોમાં રોકાણ, ટૂર ગાઇડ્સ, ભોજન, મુસાફરી વીમો વગેરે જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં આરામદાયક ટ્રેન મુસાફરી અને આનુષંગિક ઓનબોર્ડ સેવાઓ આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  Iran Attack Pakistan: પાકિસ્તાનમાં ફરી એક ‘સર્જિકલ સ્ટ્રાઈક’, આ વખતે આ પાડોશી દેશે આતંકી ઠેકાણાઓ પર કર્યા હવાઈ હુમલા..

રેલવે મંત્રાલયે ભારત ગૌરવ ટ્રેન યોજના હેઠળ વધુ સારી ગુણવત્તા ધરાવતા કોચ સાથે રેલવે આધારિત પ્રવાસનની જોગવાઈ મારફતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. આ સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ ને પણ અનુરૂપ છે. વધુ વિગતો માટે, કૃપા કરીને મુલાકાત લો https://www.irctctourism.com/bharatgaurav .

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version