Site icon

Bharat Ratna: લાલકૃષ્ણ અડવાણીને મળશે ‘ભારત રત્ન’ સન્માન, વાજપેયી બાદ આ સન્માન મેળવનારા ભાજપના બીજા નેતા..

Bharat Ratna : મોદી સરકારે ભાજપના વરિષ્ઠ નેતા અને રામમંદિર આંદોલનના અગ્રણી ચહેરા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. PM મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી રામ મંદિર આંદોલનના મુખ્ય ચહેરાઓમાંથી એક હતા. આંદોલનને વેગ આપવાનો શ્રેય તેમને જાય છે. આવી સ્થિતિમાં મોદી સરકારના આ નિર્ણયને આંદોલનને ભેટ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Bharat Ratna BJP stalwart LK Advani to get Bharat Ratna says PM Modi

Bharat Ratna BJP stalwart LK Advani to get Bharat Ratna says PM Modi

News Continuous Bureau | Mumbai 

Bharat Ratna : ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક છે અને ભારતના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાણકારી આપી છે. પીએમ મોદીએ કહ્યું, મેં તેમની સાથે વાત કરી અને તેમને અભિનંદન આપ્યા. અડવાણી આપણા સમયના સૌથી આદરણીય રાજકારણીઓમાંના એક છે અને ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.

Join Our WhatsApp Community

ત્રણ વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીએ પાયાના સ્તરે કામ કરીને શરૂઆત કરી અને દેશના નાયબ વડાપ્રધાન બન્યા. તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. લાલકૃષ્ણ અડવાણી ત્રણ વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશના નાયબ વડાપ્રધાન પણ હતા.

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવા અંગેની માહિતી શેર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અડવાણીએ જાહેર જીવનમાં દાયકાઓ સુધી સેવા આપી હતી અને તે પારદર્શિતા અને અખંડિતતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હતા. પીએમ મોદીએ કહ્યું કે અડવાણીએ રાજકીય નીતિશાસ્ત્રમાં માપદંડો નક્કી કર્યા છે. અડવાણીએ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાનને આગળ વધારવા માટે અનન્ય પ્રયાસો કર્યા છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવી મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું હંમેશા તેને મારું સૌભાગ્ય ગણીશ કે મને તેમની સાથે વાતચીત કરવાની અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી.

આ સમાચાર પણ વાંચો :  Raj Thackeray : રાજ ઠાકરેનો ફરી સામે આવ્યો રુદ્રાવતાર! હવે આ ટોલનાકા પર જાતે ઉભા રહી ટ્રાફિક જામ ઉકેલ્યો, જુઓ વિડીયો..

નોંધનિય છે કે 2015માં અડવાણીને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી બાદ તેઓ બીજેપીના બીજા નેતા છે જેમને ભારતરત્ન આપવામાં આવ્યા છે. 

અડવાણીની કરાચીથી દિલ્હીની યાત્રા

લાલકૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતા છે. 96 વર્ષીય અડવાણીનો જન્મ 1927માં પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. વર્ષ 1942માં જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપ્યું. 1947માં દેશની આઝાદી અને ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ તેઓ પરિવાર સાથે સિંધથી દિલ્હી આવ્યા હતા. અને 1970 થી 1972 સુધી તેઓ જનસંઘ એકમના અધ્યક્ષ હતા. તેઓ 1970 થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય હતા. તેઓ મોરારજી દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેઓ 1989માં પહેલીવાર લોકસભા પહોંચ્યા હતા. આ પછી, તેઓ 1991, 1998, 1999, 2004 અને 2009, 2014માં ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી લોકસભા સાંસદ રહ્યા હતા. 2002 થી 2005 સુધી તેમણે અટલ સરકારમાં નાયબ વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવી હતી.

 1990માં રામ મંદિર આંદોલન શરૂ કર્યું

કહેવાય છે કે લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિર આંદોલન દ્વારા દેશની રાજનીતિ બદલી નાખી હતી. ભાજપના દિગ્ગજ નેતા અડવાણીએ 1990માં રામ મંદિર આંદોલન શરૂ કર્યું હતું. તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માંગ સાથે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. તેમની રથયાત્રાએ દેશની રાજનીતિ બદલી નાખી હતી. 1992નું અયોધ્યા રામ મંદિર આંદોલન તેમના નેતૃત્વમાં થયું હતું.

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
Exit mobile version