Site icon

BharatPe: BharatPe ને કોર્પોરેટ મંત્રાલય તરફથી આ મામલે હવે નવી નોટીસ મળી.. જાણો શું છે આ આખો કિસ્સો..

BharatPe: ફિનટેક કંપની ભારતપે ને હવે એમસીએ તરફથી એક વધુ નોટીસ મળી છે. જેમાં અશ્નીર ગ્રોવર વિરુદ્ઘ તમામ પુરાવાઓ માંગવામાં આવ્યા છે.

BharatPe BharatPe got a new notice from the corporate ministry in this matter now.. know what this whole case

BharatPe BharatPe got a new notice from the corporate ministry in this matter now.. know what this whole case

News Continuous Bureau | Mumbai

BharatPe: Fintech unicorn BharatPe ને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ( MCA ) તરફથી નોટિસ મળી છે . કંપની દ્વારા આ નોટિસ ( Notice )  સંસ્થાપક અશ્નીર ગ્રોવર  સામે શરૂ કરાયેલી કાનૂની કાર્યવાહીમાં વધુ માહિતી મેળવવા માટે મોકલવામાં આવી છે. સૂત્રોને ટાંકીને પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રાલયે ભારતપે અશ્નીર ગ્રોવર ( Ashneer Grover ) વિરુદ્ધ તમામ પુરાવા માંગ્યા છે. જે કંપનીએ સિવિલ અને ફોજદારી કેસમાં કોર્ટમાં દાખલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મામલો લગભગ બે વર્ષથી ચાલી રહ્યો છે. 

Join Our WhatsApp Community

ફિનટેક કંપની ( Fintech  Company ) BharatPeએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. કંપનીનું કહેવું છે કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ( ROC ) એ એક પત્ર મોકલ્યો છે. જેમાં કેટલીક વધારાની માહિતી માંગવામાં આવી છે. માંગવામાં આવેલી માહિતી એ ચાલુ તપાસનો એક ભાગ છે. જે આંતરિક ગવર્નન્સ સમીક્ષા બાદ શરૂ કરવામાં આવી હતી અને જે કંપનીએ તેના ઓડિટેડ પરિણામોમાં જાહેર કરી હતી. કંપનીનું કહેવું છે કે તે સત્તાવાળાઓને દરેક સંભવિત રીતે સહયોગ કરી રહી છે.

  શું છે આ સંપુર્ણ મુદ્દો..

ભારત પે નામની ચાર વર્ષ જૂની કંપની 2022ની શરૂઆતમાં વિવાદોમાં ફસાઈ હતી. તે સમયે, તેના સ્થાપક પર અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવાનો અને કોટક ગ્રૂપના કર્મચારીને નાયકા IPOમાં ફાળવણી ન મળવા પર તેને ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિવાદ પછી, અશ્નીર ગ્રોવરે BharatPe ના મેનેજિંગ ફાઉન્ડર (MD) ના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ કંપનીએ તેમના નેતૃત્વ હેઠળ થયેલી નાણાકીય વ્યવહારનું ફોરેન્સિક ઓડિટ ( Forensic audit  ) શરૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: અસલી NCP અજીત પવાર જૂથ છે.. ચૂંટણી પંચના આ ચૂકાદામાં આવ્યો મોટો વળાંક.. આટલા ધારાસભ્યોએ બંને જુથની તરફેણમાં .. જાણો હવે આગળ શું

આ મામલામાં બાદમાં કંપનીએ અશ્નીર ગ્રોવર સામે સિવિલ કેસ ( Civil case ) દાખલ કર્યો હતો. આમાં નકલી બિલ અને વ્યક્તિગત ઉપયોગ માટે કંપનીના ભંડોળના દુરુપયોગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કપટપૂર્ણ વ્યવહારો અને નકલી વિક્રેતાઓના આરોપો સિવાય, કંપનીએ તેના મુકદ્દમામાં આરોપ મૂક્યો હતો કે Ashneer Groverએ BharatPeની ટેક્નોલોજી અથવા કોન્સેપ્ટમાં કંઈપણ યોગદાન આપ્યું નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે અશ્નીર ગ્રોવરનું કંપની સાથે જોડાણ 2018 માં શરૂ થયું હતું અને તે સમયે તેણે 31,920 રૂપિયાનું ‘સાધારણ’ રોકાણ કર્યું હતું, જેના માટે તેને 3,192 શેર મળ્યા હતા.

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version