Site icon News Continuous Bureau | Mumbai

PM મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન, આ પાડોશી દેશએ એનાયત કર્યો ‘સર્વોચ્ય નાગરિક પુરસ્કાર’

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 17 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય નાગરિક સન્માન જોડાઇ ગયો છે. 

પાડોશી દેશ ભૂતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર વડે સન્માન કર્યું છે.

ભૂતાને મિત્રતા અને આંતરિક સહયોગ માટે વડાપ્રધાન મોદીને આ પુરસ્કાર આપ્યો છે. 

ભૂતાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

દેશના સૌથી મોટા નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કરવાના નિર્ણયથી અમે ખૂબ જ ખુશ છીએ. કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનને જે સહયોગ તેમ જ સમર્થન આપ્યું છે, તે અજોડ છે. તમે આ સન્માનના હકદાર છો. ભૂતાનના લોકો તરફથી તમને વધામણી.

ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી બન્યું જ્યારે કોઈ દેશે વડાપ્રધાનને પોતાનું સર્વોચ્ય નાગરિક સન્માન એનાયત કર્યું હોય. અગાઉ પણ યુએઈ, માલદીવ્સ અને રશિયા જેવા દેશે તેમને સન્માનિત કર્યા છે. 

કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના આ ધારાસભ્યએ કર્યો બફાટ, બળાત્કારના મુદ્દે આપ્યું વિવાદાસ્પદ નિવેદન; જાણો શુ કહ્યુ

Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Supreme Court Hearing On CEC Petitions ચૂંટણી પંચના વડાની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ આ તારીખે થશે સુનાવણી
Exit mobile version