ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 ઓક્ટોબર 2020
કેન્દ્ર સરકારે 30 લાખ સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. બુધવારે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે તાત્કાલિક પૈસા કર્મચારીઓ ના ખાતામાં ટ્રાન્સફર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘોષણાથી 30 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. આ પૈસા લોકોને દશેરા સુધીમાં મળી જશે.
નોંધનીય છે કે અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સરકારી કર્મચારીઓ માટે વિશેષ તહેવારની એડવાન્સ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના દ્વારા કર્મચારીઓ 10 હજાર રૂપિયા અગાઉથી લઇ શકશે.
આજની બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં યોજવાની પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કલમ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં બધા કાયદા અમલમાં આવ્યા છે. ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણી માટેનો કાયદો ગત સપ્તાહે જ બનાવવામાં આવ્યો હતો. આજે કેન્દ્રીય મંત્રીમંડળે સીધી ચૂંટણી યોજવા માટે જિલ્લા કાઉન્સિલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
