Site icon News Continuous Bureau | Mumbai

આનંદો.. મોદી સરકારની મોટી જાહેરાત, 30 લાખ સરકારી કર્મચારીઓને મળશે દિવાળી બોનસ.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
21 ઓક્ટોબર 2020

કેન્દ્ર સરકારે 30 લાખ સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. બુધવારે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે તાત્કાલિક પૈસા કર્મચારીઓ ના ખાતામાં ટ્રાન્સફર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘોષણાથી 30 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. આ પૈસા લોકોને દશેરા સુધીમાં મળી જશે.

Join Our WhatsApp Channel

નોંધનીય છે કે અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સરકારી કર્મચારીઓ માટે વિશેષ તહેવારની એડવાન્સ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના દ્વારા કર્મચારીઓ 10 હજાર રૂપિયા અગાઉથી લઇ શકશે. 

આજની બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં યોજવાની પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કલમ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં બધા કાયદા અમલમાં આવ્યા છે. ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણી માટેનો કાયદો ગત સપ્તાહે જ બનાવવામાં આવ્યો હતો. આજે કેન્દ્રીય મંત્રીમંડળે સીધી ચૂંટણી યોજવા માટે જિલ્લા કાઉન્સિલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી 

CEC Gyanesh Kumar પોલીસ ફરિયાદ હોય કે મહાભિયોગ CEC જ્ઞાનેશ કુમાર સામે તાત્કાલિક કાર્યવાહી શા માટે શક્ય નથી? જાણો બંધારણીય રક્ષણ કવચ!
CEC Gyanesh Kumar ચૂંટણી પંચના આંતરિક વિખવાદ પર વિપક્ષ આક્રમક; રાહુલ ગાંધીએ કહ્યું ‘લોકશાહીની સંસ્થાઓ પર દબાણ હવે સહન નહીં થાય’
Vande Bharat Express Speed Record રેલવેની અદભુત કમાલ બુલેટ ટ્રેન પહેલાં જ વંદે ભારત એક્સપ્રેસની તોફાની સ્પીડ, ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડીને રાજધાનીશતાબ્દીને આપી ટક્કર!
Arctic Sea Ice Shrinks સેટેલાઇટ તસવીરોએ વધારી દુનિયાની ચિંતા; ગ્લોબલ વોર્મિંગથી ઉત્તરી ધ્રુવનો બરફ રેકોર્ડ સ્તરે પીગળ્યો
Exit mobile version