Site icon

Parliament Security Breach: સંસદની સુરક્ષા ભંગમાં આ મોટુ ષડયંત્ર રચવામાં આવ્યુ છે.. કોંગ્રેસે લગાવ્યા કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ..

Parliament Security Breach: સંસદમાં સુરક્ષા ભંગના મામલે ગઈકાલે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પાંચ આરોપીએ દિલ્હી પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આ મુદ્દે હવે રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

big conspiracy has been hatched to breach the security of the Parliament, Congress has made serious allegations against the central government

big conspiracy has been hatched to breach the security of the Parliament, Congress has made serious allegations against the central government

News Continuous Bureau | Mumbai 

Parliament Security Breach: સંસદની સુરક્ષા ભંગ કેસમાં આરોપીઓ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલા દાવાને ટાંકીને કોંગ્રેસે ( Congress ) સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે આ મામલે વિપક્ષી નેતાઓને જવાબદાર ઠેરવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ( Jairam Ramesh ) કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ ( BJP MP ) પ્રતાપ સિમ્હાની ( Pratap Simha ) મદદથી આરોપીઓને સંસદનો પાસ મળ્યો હતો, પરંતુ સિંહા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. 

Join Our WhatsApp Community

સંસદની સુરક્ષા ક્ષતિના કેસમાં ધરપકડ કરાયેલા છમાંથી પાંચ આરોપીઓએ ( accused ) બુધવારે કોર્ટમાં જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ વિરોધ પક્ષો સાથેના તેમના સંબંધોને કબૂલ કરવા માટે કથિત રીતે તેમના પર બળજબરી કરી રહી છે. 5 આરોપીઓએ એડિશનલ સેશન જજ હરદીપ કૌર સમક્ષ આ દલીલ કરી હતી. ન્યાયાધીશે તમામ છ આરોપીઓની ન્યાયિક કસ્ટડી 1 માર્ચ સુધી લંબાવી છે. જયરામ રમેશે ‘X’ પર પોસ્ટ આ કહ્યું હતું. પોતાના ગુનાને છુપાવવા માટે વિપક્ષ પર ખોટા આક્ષેપો કરવા એ અહંકારીઓની રીત છે! ED, CBI અને આવકવેરા વિભાગનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેનાર મોદી સરકાર ( Central Government ) હવે વધુ એક ષડયંત્ર રચી રહી છે.

 સંસદમાં ઘૂસણખોરી કરનારા યુવાનોને પાસ આપનારા ભાજપના સાંસદો સામે શરૂથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતીઃ કોંગ્રેસ..

કોંગ્રેસના મહાસચિવે જણાવ્યું હતું કે સંસદમાં ઘૂસણખોરી કરનારા યુવાનોને પાસ આપનારા ભાજપના સાંસદો સામે શરૂથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સુરક્ષાની ખામીઓ પર અવાજ ઉઠાવનારા 146 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જયરામ રમેશે એવો પણ દાવો કર્યો કે, હવે ષડયંત્રના ભાગરૂપે થર્ડ ડિગ્રી આપીને જે યુવાનોએ માત્ર બેરોજગારી સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમના પર હવે વિપક્ષી નેતાઓના નામ લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ એટલા માટે છે કે વિપક્ષીઓ સામે ખોટા કેસ થઈ શકે અને સંસદની સુરક્ષામાં ગંભીર ક્ષતિઓ માટે તેમને જવાબદાર ઠેરવી શકાય.

આ સમાચાર પણ વાંચો : Mumbai: રેસકોર્સની ખુલ્લી પડેલી જમીનનું ભાવિ ફક્ત ક્લબના આટલા સભ્યો કઈ રીતે નક્કી કરી શકે… ભાજપે પાલિકાને કર્યો સવાલ..

કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જયરામ રમેશે કહ્યું કે, મોદી સરકારના અન્યાયના સમયગાળા સામે કોંગ્રેસનો સંઘર્ષ ચાલુ છે. એટલા માટે જ રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ માં જોડાવો અને તે દ્વારા આ અન્યાયી સરકાર સામે અવાજ ઉઠાવો.

Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Bank Holidays: બેંક જતાં પહેલા ચેક કરો, 17થી 23 ઓક્ટોબરની વચ્ચે ક્યારે-ક્યારે છે રજા? જુઓ રાજ્યવાર બેંક રજાઓની સંપૂર્ણ યાદી
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version