Site icon

હવે ભારતમાં રાશનની દુકાને લાંબી લાઈનો નહીં લાગે, આ એપ દ્વારા ઘરે બેઠા રાશન સરકારી ભાવે સરળતાથી મંગાવી શકાશે; જાણો સરકારની આ સુવિધાનો લાભ કેવી રીતે મળશે

 News Continuous Bureau | Mumbai 

તમને જલ્દી જ રાશનની દુકાનો સામે લાંબી લાંબી લાઈનો જોવા નહી મળે. રેશનકાર્ડ ધારકોને જલદી જ આ લાંબી લાઇનોમાંથી મુક્તિ મળી જશે. કેન્દ્ર સરકારે 'રાશન સર્વિસની સુવિધા હવે ઉમંગ એપ પર શરૂ કરી દીધી છે. ઉમંગ એપ દ્વારા ઘરે બેઠા મહિનાનું રાશન સરકારી ભાવે સરળતાથી મંગાવી શકાશે.  

Join Our WhatsApp Community

સુવિધા ભારતના ૨૨ રાજ્યોમાં શરૂ કરવામાં આવશે. આ એપ પર રાશન બુક કરાવવાની સાથે-સાથે નજીકની દુકાનને શોધી પણ શકાશે. સાથે જ સામાનની કિંમત પણ ચેક કરી શકો છો. તેના પર રાશનની દુકાન પર મળનાર તમામ વસ્તુઓના ભાવ પણ ઉપલબ્ધ હશે.  

કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ સેવા સામાન્ય લોકો સુધી સીધી અને યોગ્ય ભાવે સામાન પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી છે. ઉમંગ એપની આ સર્વિસ દ્રારા ગ્રાહક પોતાની સુવિધા અનુસાર સામાન સરકારી ભાવે ખરીદી શકશે. કાર્દ ધારક રાશનની દુકાન ની સચોટ જાણકારી પણ લઇ શકે છે. 

આ સમાચાર પણ વાંચો :  હવે માત્ર મળી જશે 10 મિનિટમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી, ગરમાગરમ ખાવાનું પહોંચાડવા આ કંપનીએ કરી નવી શરૂઆત.. જાણો વિગતે

કાર્ડ ધારક આ સુવિધાનો ઉપયોગ કરી પોતાની ખરીદીના ૬ મહિનાનો રેકોર્ડ પણ જાેઇ શકે છે. મેરા રાશન સર્વિસ હેઠળ હિંદી-અંગ્રેજી સાથે ભારતમાં બોલાતી ૧૨ ભાષાઓ જેમ કે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી, અસ્મિ, ઓડિયા, બંગાળી, ઉર્દૂ, ગુજરાતી અને મરાઠી ભાષામાં જાણકારી લઇ શકાશે.

ઉમંગ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન છે. જે કોઈપણ એન્ડ્રોઇડ ફોનના પ્લેસ્ટોર પરથી સરળતાથી ઉપલબ્ધ છે. આ એપ પર સરકારી સુવિધાઓ સાથે જોડાયેલા સામાન્ય લોકો માટે ગેસ કનેક્શન થી માંડીને પેંશન, ઇપીએફઓ સહિત ૧૨૭ વિભાગોની ૮૪૧ થી વધુ સેવાઓ ઉપલબ્ધ છે. તમે તેને ભારતની મુખય ૧૨ ભાષાઓમાં ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનો પ્રથમ તબક્કો આગામી મહિનાની આ તારીખથી ખુલશે. CM ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે ઉદ્ઘાટન..

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version