Site icon

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની મોટી તૈયારી- આવતીકાલે દેશભરમાં કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ- આ તારીખે યોજી શકે છે શક્તિ માર્ચ-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

નેશનલ હેરાલ્ડ કેસમાં(National Herald case) સોનિયા ગાંધી(Sonia Gandhi) અને રાહુલ ગાંધીને(Rahul Gandhi) નોટિસના મુદ્દે કોંગ્રેસ(Congress) આવતીકાલે દેશવ્યાપી પ્રેસ કોન્ફરન્સ(Nationwide Press conference) ની તૈયારી કરી રહી છે. સોમવારે રાહુલ ગાંધી પૂછપરછ માટે ED સમક્ષ હાજર થવાના છે. આ દિવસે દિલ્હીમાં વિશાળ શક્તિ પ્રદર્શન સિવાય કોંગ્રેસ દેશભરમાં પ્રદર્શન કરી શકે છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ કોંગ્રેસે તમામ સાંસદોને(Congress MP) 13 જૂનની સવારે એટલે કે ED સમક્ષ રાહુલ ગાંધીની હાજરી પહેલા પાર્ટી હેડક્વાર્ટર(Party headquarters) પહોંચવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંસદો સિવાય પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી સાથે ED ઓફિસ સુધી કૂચ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સોમવારે કોંગ્રેસ દિલ્હી સિવાય દેશભરમાં રસ્તા પર ઉતરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : ભારતમાં રફતાર પકડવા લાગ્યો કોરોના- આજે એક દિવસમાં 8 હજારથી વધુ કેસ આવ્યા સામે- જુઓ છેલ્લા 10 દિવસના આંકડા

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના(Corona) સંક્રમણને કારણે બુધવારે ED સમક્ષ હાજર થઈ શક્યા ન હતા. કોંગ્રેસના પ્રવક્તા(Congress spokesman) પવન ખેરાએ(pawan khera) કહ્યું કે અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED સમક્ષ હાજર થવા માટે ત્રણ સપ્તાહનો સમય માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના(Money laundering) આરોપો હેઠળ પૂછપરછ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મળ્યા પછી, કોંગ્રેસે મોદી સરકાર પર રાજકીય બદલો લેવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે મની લોન્ડરિંગના આરોપો પાયાવિહોણા છે.

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version