Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ યોજનાને બિલ ગેટ્સે વખાણી; ટ્વિટ કરીને આવું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 1 ઓક્ટોબર, 2021
શુક્રવાર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સ્તરે પણ ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે શરૂ કરેલી નવી યોજનાઓ અને વિકાસ કાર્યોની પ્રશંસા આંતરરાષ્ટ્રીય સ્તરે થતી હોય છે. મોદીના નેતૃત્વમાં ભારત સરકારે શરૂ કરેલી આવી જ એક ક્રાંતિકારી યોજનાને માઈક્રોસોફ્ટના નિર્માતા બિલ ગેટ્સે વખાણી છે.

નરેન્દ્ર મોદીની 'આયુષ્માન ભારત ડિજિટલ મિશન' આ નવી યોજના છે. જેની શરૂઆત ૨૭મી સપ્ટેમ્બરના રોજ દેશમાં થઈ છે. યોજના હેઠળ નાગરિકોને આરોગ્ય વિષયક આઈડી સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટમાં લોકોના આરોગ્ય વિષયે વિગતો હશે. ભારત સરકારની આ યોજના આરોગ્ય ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવી શકે છે.

Join Our WhatsApp Channel

દેવામાં ડૂબેલી એર ઈન્ડિયા ટાટા ગ્રૂપે ખરીદી હોવાના સમાચાર અંગે સરકારે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

દેશમાં શરૂ થયેલા ડિજિટલ મિશનથી બિલ ગેટ્સ પ્રભાવિત થયા છે. ટ્વીટર પર નરેન્દ્ર મોદીને અભિનંદન આપતી પોસ્ટમાં તેમણે ટ્વીટ કર્યું હતું કે આ ડિજિટલ આરોગ્ય પાયાની સુવિધા  આરોગ્ય સેવાના વિતરણને સુનિશ્ચિત કરવા અને ભારતની આરોગ્ય વિષયક પ્રગતિની ગતિ વધારશે. જેના જવાબમાં નરેન્દ્ર મોદીએ  ટ્વિટરના માધ્યમથી બિલ ગેટ્સનો આભાર માનતા કહ્યું હતું કે ભારતમાં આરોગ્ય વિષયક પાયાની સુવિધાઓના વિકાસ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભરપૂર તક છે. તે દિશામાં ભારત પ્રચંડ પરિશ્રમ કરી રહ્યું છે.

Kiren Rijiju Regime Change Warning ‘કાન ખોલીને સાંભળી લો, આ ભારત છે બાંગ્લાદેશ નથી’ વિપક્ષી નેતાઓના ‘રિજીમ ચેન્જ’ નિવેદન પર કિરેન રિજિજુની કડક ચેતવણી
Sugarcane Ethanol Procurement Ban હવે શેરડીમાંથી ઇથેનોલ નહીં બને! મોદી સરકારના કડક ફેંસલાથી પેટ્રોલ બ્લેન્ડિંગ અને ખાંડના ભાવો પર શું થશે અસર; જાણો
Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Exit mobile version