Site icon News Continuous Bureau | Mumbai

Birth Certificate: હવે બર્થ સર્ટિફિકેટથી ડ્રાઇવિંગ લાઇસન્સ-આધાર બનાવવા જેવા કામ થશે, આ તારીખ થી લાગુ થશે નવો નિયમ..

Birth Certificate: હવે થોડા સમયમાં બર્થ સર્ટિફિકેટની જરૂરિયાત વધવાની છે. હવે આ સિંગલ ડોક્યુમેન્ટ દ્વારા તમે સરળતાથી આધાર, ડ્રાઇવિંગ લાયસન્સ, મેરેજ સર્ટિફિકેટ વગેરે બનાવી શકો છો.

Birth Certificate: Birth certificate to be single document for Aadhaar, admission etc from October 1

Birth Certificate: Birth certificate to be single document for Aadhaar, admission etc from October 1

News Continuous Bureau | Mumbai 

Birth Certificate: જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 1 ઓક્ટોબર, 2023થી દેશભરમાં અમલમાં આવવા જઈ રહ્યો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ હવે બર્થ સર્ટિફિકેટનું મહત્વ ઘણું વધી જશે. તમે આ એક દસ્તાવેજનો ઉપયોગ શાળા, કોલેજમાં પ્રવેશ, ડ્રાઇવિંગ લાયસન્સ માટેની અરજી, મતદાર યાદીમાં નામ ઉમેરવા, આધાર નોંધણી, લગ્ન નોંધણી અથવા સરકારી નોકરીની અરજી જેવા ઘણા હેતુઓ માટે કરી શકશો.

Join Our WhatsApp Channel

આ નિયમ 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે

નોંધનીય છે કે જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 1 ઓક્ટોબરથી અમલમાં આવવા જઈ રહ્યો છે. આ કાયદાના અમલ પછી, આધારથી શરૂ કરીને તમામ જરૂરી દસ્તાવેજો બનાવવામાં જન્મ પ્રમાણપત્રની ભૂમિકા વધવા જઇ રહી છે. તમે આધારથી લઈને ડ્રાઈવિંગ લાયસન્સ સુધીના તમામ જરૂરી દસ્તાવેજો કોઈપણ મુશ્કેલી વિના માત્ર જન્મ પ્રમાણપત્ર દ્વારા મેળવી શકો છો. આ બિલ 1 ઓગસ્ટના રોજ લોકસભામાં અને 7 ઓગસ્ટ 2023ના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું. આ પછી હવે કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે કે નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Airport : મુંબઈ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું. એરપોર્ટ પર કાર્યવાહી ઠપ્પ. જાણો વિગતે, જુઓ વિડીયો

નિયમોમાં ફેરફાર કરીને તમને આ લાભો મળશે

જન્મ અને મૃત્યુ નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સ્તરે જન્મ અને મૃત્યુનો ડેટાબેઝ તૈયાર કરવાનો છે. આ નિયમ લાગુ થયા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારો સરળતાથી જન્મ અને મૃત્યુનો ડેટા એકબીજાની વચ્ચે શેર કરી શકશે.

આ માટે રાજ્યો દ્વારા ચીફ રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ ડેટા જાળવવાનું કામ મુખ્ય રજીસ્ટ્રાર કરશે. બ્લોક કક્ષાએ આ કામગીરી રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે. આનાથી દેશભરમાં જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે અને રાશન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ જેવા ઘણા ડેટાબેઝ તૈયાર કરવાનું સરળ બનશે.

ડિજિટલ પ્રમાણપત્ર ઉપલબ્ધ થશે

કાયદાના અમલ પછી સૌથી મોટો ફેરફાર એ થશે કે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો પણ ડિજિટલી ઉપલબ્ધ થશે. હાલમાં માત્ર તેની હાર્ડ કોપી ઉપલબ્ધ છે. આ માટે ઘણ%

Ram Mandir Donation Case અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે ૪૦ કર્મચારીઓને ગણતરીમાંથી હટાવ્યા
Rupee Slips Against Dollar ભારતીય ચલણમાં નરમાશ ડોલર સામે રૂપિયો ૯૪.૪૮ ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો.
El Nino Monsoon Impact અલ નીનોની અસરથી ચોમાસું નબળું, જૂનમાં વરસાદમાં મોટો ઘટાડો
LPG Connection Rule Misinformation એલપીજી ગ્રાહકો સાવધાન! ૩૦ જૂનની ડેડલાઇન વાળા વાયરલ મેસેજથી ન થાઓ પરેશાન, સરકારે નિયમોને લઈને કરી સ્પષ્ટતા
Exit mobile version