Site icon

BIS Raid : ભારતીય માનક બ્યુરોની કડક કાર્યવાહી, ISI માર્ક લગાવ્યા વિના એસી સિસ્ટમનું સેલ્ફ હિલિંગ પ્રકારના શન્ટ કેપેસિટર વપરાશ કરતાં આ યુનિટ પર દરોડા..

BIS Raid : એસી સિસ્ટમનું સ્વ-સમાયેલ પ્રકાર શન્ટ કેપેસિટર આઈ એસ આઈ (ISI) માર્ક ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી વિના આઈ એસ આઈ માર્ક લગાવેલ એસી સિસ્ટમનું સેલ્ફ હિલિંગ પ્રકાર શન્ટ કેપેસિટરનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે

BIS Raid Bureau of Indian Standards raids on units using self-healing type shunt capacitors in AC systems without ISI mark

BIS Raid Bureau of Indian Standards raids on units using self-healing type shunt capacitors in AC systems without ISI mark

News Continuous Bureau | Mumbai

 BIS Raid : ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર આઈ એસ આઈ (ISI) માર્ક વિના એસી સિસ્ટમનું સેલ્ફ હિલિંગ પ્રકાર શન્ટ કેપેસિટર વાપરતા યુનિટ,  ટ્રિનિટી એનર્જિ સિસ્ટમ પ્રા. લિ 386,સાવલી GIDC રોડ,આલિંદર,વડોદરા,391775 તારીખ 15.03.2024ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન, યુનિટ માંથી ISI માર્ક વગર લગભગ 24 નંગ બરામદ કરી જપ્ત કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Canada Citizenship: કેનેડાના વળતા પાણી, ભારતીયોમાં ક્રેઝ પૂરો થયો; સિટિઝનશીપ લેવાનું ટાળી રહ્યા છે ઈમિગ્રન્ટ્સ.. જાણો આંકડા

 ઇલેક્ટ્રિકલ કેપેસીટર્સ(ગૂણવત્તા નિયંત્રણ) ઓર્ડર 2017 મુજબ, આઈ એસ 13340-1 હેઠળ આવતા તમામ પ્રકારના  એસી સિસ્ટમનું સ્વ-સમાયેલ પ્રકાર શન્ટ કેપેસિટર આઈ એસ આઈ (ISI) માર્ક ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી વિના આઈ એસ આઈ માર્ક લગાવેલ એસી સિસ્ટમનું સેલ્ફ હિલિંગ પ્રકાર શન્ટ કેપેસિટરનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.                 

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ,  ભારતીય માનક બ્યૂરો,  સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ,  દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001  ફોન નં. 0261 – 2990071 પર લખી શકે છે. ફરિયાદ ને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version