ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક ટ્વીટના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે.
ભાજપની આસામ યુનિટ રાજ્યમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આજે દેશદ્રોહના ઓછામાં ઓછા 1000 કેસ નોંધાવશે.
દેશદ્રોહનો મામલો આ નિવેદનના વિરોધમાં નોંધાવશે, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતની સરહદો ગુજરાતથી લઈને બંગાળ સુધી છે.
ભાજપનું માનવું છે કે, રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન આપીને અરુણાચલ પ્રદેશ પર ચીનના પ્રોપેગૈંડાને સ્વીકાર કરી લીધો છે.
ઉલ્લેખનીય છે કે ગત 10 ફેબ્રુઆરી રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, કાશ્મીરથી લઈને કેરલ સુધી અને ગુજરાત થી લઈને પશ્ચિમ બંગાળ સુધી ભારતના રંગો સુંદર છે. ભારતની ભાવનાનું સત્યાનાશ ન કરો.
