Site icon News Continuous Bureau | Mumbai

BJP : આ તો મોટી ગડબડ છે : કોંગ્રેસ પાર્ટી એ ડોનેશન માટે જે લિંક બહાર પાડી તે ભાજપના સર્વર પર ગઈ.

BJP : કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આરોપ લગાડ્યો છે કે તે કોંગ્રેસના ક્રાઉડ ડોનેશન થી ડરી ગઈ છે.

BJP books domain first, redirects Congress’ ‘Donate for Desh’ to its own page

BJP books domain first, redirects Congress’ ‘Donate for Desh’ to its own page

News Continuous Bureau | Mumbai 

BJP : જનતાના સહારે મેદાનમાં ઉતરેલી કોંગ્રેસ ( Congress ) પાર્ટી એ હવે લોકો પાસેથી નાણું એકઠું કરવા માટે ડોનેટ ફોર દેશ ( Donate for Desh )  અભિયાન (  campaign ) ની શરૂઆત કરી છે. આ અભિયાન ની શરૂઆત થતા ની સાથે જ તેની લીંક લોકો વચ્ચે વાયરલ થઈ. પરંતુ એ લિંક પર ક્લિક કરતાની સાથે જ લોકો કોંગ્રેસ નહીં પરંતુ ભાજપના ડોનેશન ( donations Page )  પેજ પર પહોંચી ગયા. વાત એમ છે કે કોંગ્રેસ પાર્ટી એ લિંક તો બનાવી પરંતુ ડોમેન બુક કરાવી શક્યા નહીં. દરમિયાન ભાજપની ખૂંખાર સોશિયલ મીડિયા ટીમે જે તે ડોમેન બુક કરાવી લીધું. જેને કારણે કોંગ્રેસ પાર્ટી ની લીંક ભાજપ પર ડાયવર્ટ થઈ ગઈ. 

Join Our WhatsApp Channel

કોંગ્રેસ પાર્ટીના નેતા અજય માકને ( Ajay Maken ) હવે નવી લિંક ( Link ) બહાર પાડીને જનતાને કહ્યું છે કે નવી લિંક પર ડોનેશન આપે. દરમિયાન કોંગ્રેસના  નેતાઓએ ભાજપ પર આરોપ લગાડ્યો છે કે તે કોંગ્રેસના ક્રાઉડ ડોનેશન ( Crowd donation ) થી ડરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra reservation : મરાઠા આરક્ષણનો તખ્તો તૈયાર? એક વિશેષ અધિવેશન બોલાવવામાં આવશે.

આ સાથે જ એવા સમાચાર આવ્યા છે કે કોંગ્રેસ પાર્ટી એ નવી લિંકના માધ્યમથી એક કલાકમાં એક કરોડ રૂપિયા ભેગા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં આ સાયબર વોરમાં કોણ આગળ વધે છે

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version