Site icon

Political Donation : 2021-22માં ભાજપને દાન તરીકે 614.53 કરોડ રૂપિયા મળ્યા, કોંગ્રેસને માત્ર 95.46 કરોડ રૂપિયા

ચૂંટણી પંચના ડેટા અનુસાર ભારતીય જનતા પાર્ટીના સૌથી વધુ ડોનેશન મળ્યું, કોંગ્રેસને 2021-22 દરમિયાન 95.46 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન 43 લાખ રૂપિયા દાન તરીકે મળ્યા હતા, જ્યારે CPI(M)ને 10.05 કરોડ રૂપિયા મળ્યા હતા.

News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટીને (BJP)  નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 614.53 કરોડ રૂપિયા રાજકીય દાન ( political donation) તરીકે મળ્યા છે. જે વિપક્ષ કોંગ્રેસ (Congress )પાર્ટી દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ કરતાં છ ગણી વધારે છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર, કોંગ્રેસને 2021-22 દરમિયાન 95.46 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન 43 લાખ રૂપિયા દાન તરીકે મળ્યા હતા, જ્યારે CPI(M)ને 10.05 કરોડ રૂપિયા મળ્યા હતા.  

Join Our WhatsApp Community

મમતા બેનર્જીની પાર્ટીને માત્ર 43 લાખ રૂપિયા દાનમાં મળ્યા

પશ્ચિમ બંગાળ અંગે ચૂંટણી પંચના આંકડા આશ્ચર્યજનક છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ લાંબા સમયથી સત્તામાં છે. આવી પાર્ટીને માત્ર 43 લાખ રૂપિયાનું દાન મળ્યું છે. છેલ્લા વર્ષમાં તમામ પક્ષોના દાનમાં વધારો થયો છે, ત્યારે મમતા બેનર્જીની પાર્ટીને માત્ર 43 લાખ રૂપિયાનું દાન મળતા આશ્ચર્ય થયું છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ભાજપને મળેલા દાનની સરખામણીમાં 28 ટકાનો વધારો થયો છે. કોંગ્રેસનું દાન પણ લગભગ આટલું જ વધી ગયું છે.

આ સમાચાર પણ વાંચો: Dharavi Redevelopment : અદાણી ગ્રુપ ધારાવીને રિડેવલપ કરશે; પાંચ હજાર કરોડની બોલી જીતી

ભાજપ અને કોંગ્રેસના ડોનેશનમાં લગભગ સમાન વધારો થયો છે

ભાજપને 2020-21માં 477.7 કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા હતા, જે આ વર્ષે વધીને 614.5 કરોડ રૂપિયા થઈ ગયા છે. ભાજપના ડોનેશનમાં આ વધારો લગભગ 28.7 ટકા છે. બરાબર આ ટકાનો જ વધારો કોંગ્રેસ પાર્ટીની આવકમાં પણ છે. 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના દાનમાં 120% વધારો!

ચૂંટણી પંચના આંકડા અનુસાર, દાન મેળવવાની બાબતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ત્રીજા સ્થાને છે. એનસીપીને વર્ષ 2021-2022 દરમિયાન 57.9 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે ગયા વર્ષે તેને માત્ર 26.2 કરોડ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં NCP ની ડોનેશનની આવકમાં 120 ટકાનો વધારો થયો છે. 

સીપીઆઈ-એમને દાન તરીકે 10 કરોડ મળ્યા છે, પરંતુ તે ગયા વર્ષ કરતાં 21.7 ટકા ઓછું છે. ગયા વર્ષે પાર્ટીને 12.8 કરોડ મળ્યા હતા

Indian Railways special trains: ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં આજથી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવશે
Goa: અગ્નિકાંડ પછી ક્લબ માલિકનું નાટક: ‘મૃત્યુથી હચમચી ગયો છું’ કહીને ફરાર, દુર્ઘટના બાદ પ્રથમ નિવેદન
Aadhaar Card: સરકાર લાવી રહી છે નવો નિયમ: આધાર કાર્ડની ફોટોકોપી હવે નહીં ચાલે! નાગરિકોએ શું કરવું પડશે?
Donald Trump Avenue: હૈદરાબાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’! રતન ટાટા અને ગૂગલના નામ પર પણ રસ્તાઓનું નામકરણ, જાણો વિગત
Exit mobile version