ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
ભાજપે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ડોનેશન અભિયાનની શરૂઆત કરી છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, આ કાર્યક્રમનને જેપી નડ્ડા દ્વારા ઔપચારિક રીતે ખુલ્લો મૂકાયો છે.
પીએમ મોદીઉપરાંત જેપી નડ્ડાએ પાર્ટી ફંડમાં 1000 રુપિયાનું દાન આપીને ડોનેશન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.
આ સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોએ પણ ભાજપને દાન આપ્યું તેમાં અમિત શાહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની સામેલ છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોને પત્ર લખીને તેમાં જોડાવા વિનંતી કરી છે.
આ યોગદાન ૫ થી ૧૦૦૦ રૂપિયા સુધીનું રહેશે.
