Site icon News Continuous Bureau | Mumbai

સાંસદ મેનકા ગાંધી સામે પશુ ડૉક્ટરોએ કર્યો મોટો આરોપ, રાષ્ટ્રસ્તરે મેનકા ગાંધી સામે વિરોધ પ્રદર્શન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

પશુ ડૉક્ટરો સાથે અપમાનજન ભાષા વાપરનારાં અને તેમને કથિત રીતે ધમકાવનારાં ભાજપનાં સાંસદ મેનકા ગાંધી સામે દેશભરના પશુ ડૉક્ટરો (વેટરનરી ડૉક્ટર)એ વિરોધ નોંધાવ્યો છે.

ઇન્ડિયન વેટરનરી ઍસોસિયેશને પર્યાવરણ માટે તથા પ્રાણીઓ માટે કામ કરનારાં સાંસદ મેનકા ગાંધી સામે ગંભીર આરોપો કર્યા છે. સોશિયલ મીડિયામાં એક ઑડિયો ક્લિપ ફરી વળી છે. એમાં મેનકા ગાંધી કથિત રીતે વેટરનરી ડૉક્ટર સાથે અપમાનજનક ભાષામાં વાત કરી રહ્યાં છે. સાથે જ તેઓ ડૉક્ટરને ધમકાવી પણ રહ્યાં હોવાનું સંભળાય છે.

ડૉક્ટરને ધમકાવતી આ ઑડિયો ક્લિપ વાયરલ થયા બાદ ઇન્ડિયન વેટરનરી ઍસોસિયેશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ડૉક્ટરોને ધમકાવનારાં મેનકા ગાંધી સામે પગલાં લેવાની માગણી કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે ફિલ્મ પ્રોડક્શન સાથે સંકળાયેલા અશોક પંડિતે પણ વેટરનરી ઍસોસિયેશનના પત્રને સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. સાથે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે મેનકા ગાંધી દેશભરના તમામ લોકોને ફોન કરીને ધમકાવતાં હોય છે. તથા તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતાં હોય છે. હવે સમય આવી ગયો છે કે તેમને રાજકારણમાંથી રિટાયર્ડ કરી દેવામાં આવે.

PM Modi Promotes Savings Culture મંત્રીઓની બેઠકમાં PM મોદીનો સંદેશ બચત પર ભાર મૂકો, મોજશોખ આપણી સંસ્કૃતિ નથી
PM Modi FICCI Centenary Speech FICCIના શતાબ્દી સંમેલનમાં PM મોદીનો વિપક્ષને સીધો સંદેશ ‘સવારસાંજ ગાળો આપવાથી દેશનો વિકાસ થતો નથી’..
Sonia Gandhi Book Sales Record 2 લાખ કોપી, ₹20 કરોડનો કારોબાર! સોનિયા ગાંધીના પુસ્તકે બનાવ્યો સૌથી ઝડપી વેચાણનો રેકોર્ડ, જાણો કમાણીનું ગણિત
Indira Gandhi Emergency Regret ઇતિહાસના પાનેથી ઈન્દિરા ગાંધીએ કેમ અને કોના કહેવા પર હટાવી હતી કટોકટી? જાણો શું તેમને આ નિર્ણયનો અફસોસ હતો
Exit mobile version