ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
દેશના આઠ રાજ્યોમાં 19 સીટો માટે રાજ્યસભાની ચૂંટણી થઇ. જેના પરિણામો જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીને વધુ બેઠકો મળતાં સંસદમાં NDA સરકાર ની સ્થિતિ વધુ મજબૂત બની છે.
રાજ્યસભામાં પ્રથમવાર એન.ડી.એ સૌથી વધુ સીટો ધરાવે છે. અત્યાર સુધી કુલ ૯૦ બેઠકો હતી. જે વધીને 100 બેઠકો થઈ છે. આમ 245 બેઠક વાળા રાજ્ય સભાગૃહમાં વર્તમાન સરકારનો આંકડો 123 નો છે.
ભારતીય જનતા પાર્ટીના સહયોગી દળ મળીને કુલ 101 સીટ થઈ છે. જેમાંથી એકલા ભાજપના 86 સાંસદો છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ વાળા યુપીએ પાસે અત્યારે 65 જ બેઠકો છે.
આમાં હવે જો એનડીએને રાજ્યસભામાં અન્ના ડીએમકે અને વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓનો ટેકો મળે તો ખૂબ જ સરળતાથી બહુમતી નો આંકડો પ્રાપ્ત થઈ જાય એમાં કોઈ શક નથી. આમ ગઈ કાલે થયેલી રાજ્યસભાની 24 સીટો પર થી 11 સીટો ભાજપે જીતી ને રાજ્ય સભામાં બહુમતી નોંધાવી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com