ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
ફરી એકવાર શિવસેના અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે વચ્ચે વિવાદ વકરે તેવી શક્યતા છે.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને શિવસેના વચ્ચેની રાજકીય ખેંચતાણ વચ્ચે બીએમસીએ નારાયણ રાણેને તેમના બંગલાના બાંધકામને લઈને નોટિસ મોકલી છે
મુંબઈના જુહુ ખાતે રાણેના બંગલામાં અનધિકૃત બાંધકામની ફરિયાદ છે અને મહાનગરપાલિકાએ બંગલાની તપાસ કરવા નોટિસ મોકલી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વેસ્ટ વોર્ડ અને બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટની એક ટીમ શુક્રવારે જુહુ તારા રોડ સ્થિત આધિશ બંગલાની મુલાકાત લેશે અને તેનું નિરીક્ષણ કરશે.
બંગલાના બાંધકામને લગતા દસ્તાવેજો તૈયાર રાખવા માટે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 2017માં આરટીઆઈ કાર્યકર્તા સંતોષ દાઉદકરે ફરિયાદ નોંધાવી હતી કે બંગલાના બાંધકામમાં સીઆરઝેડનું ઉલ્લંઘન થયું છે.