Site icon

Bomb Threat: દિવસેને દિવસે વધી રહ્યા છે થ્રેટ કોલ, હવે આ એરલાઇનની 5 ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; 6 દિવસમાં 70 વિમાનોને મળી ધમકી..

Bomb Threat: આ દિવસોમાં દેશના અનેક વિમાનોમાં બોમ્બને લઈને સતત કોલ આવી રહ્યા છે. દરમિયાન, અન્ય એક ધમકીનો કોલ આવ્યો છે, પાંચ ઇન્ડિગો વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

Bomb Threat After Air India Express, five IndiGo flights receive bomb threat

Bomb Threat After Air India Express, five IndiGo flights receive bomb threat

News Continuous Bureau | Mumbai

Bomb Threat: ભારતમાં એરલાઈન્સને બોમ્બની ધમકીના મામલા સતત વધી રહ્યા છે. દરમિયાન, આજે (19 ઓક્ટોબર 2024), ઇન્ડિગો એરલાઇનના 5  વિમાનને બોમ્બની ધમકી મળી છે. એટલું જ નહીં અકાસા એરલાઈન્સની ફ્લાઈટને પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે.  

Join Our WhatsApp Community

Bomb Threat: મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા 

ઇન્ડિગો કહ્યું, યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે માર્ગદર્શિકા મુજબ તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ. અન્ય એક નિવેદનમાં, ઈન્ડિગોએ કહ્યું કે, અમે દિલ્હીથી ઈસ્તાંબુલ જતી ફ્લાઈટ 6E11 સંબંધિત પરિસ્થિતિથી વાકેફ છીએ. મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે સોમવાર (14 ઓક્ટોબર 2024) થી, 70 થી વધુ ફ્લાઇટ્સને બોમ્બની ધમકીઓ મળી છે.

Bomb Threat: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે બોમ્બની ધમકી

આ પહેલા શુક્રવારે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 196 પર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી, જેમાં 189 મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટ બપોરે 1.20 કલાકે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. જો કે તપાસ દરમિયાન એરક્રાફ્ટની તલસ્પર્શી તપાસ બાદ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. 

આ સમાચાર પણ વાંચો :  Israel lebanon War : ઇઝરાયેલ સામે હવે આ દેશ એ લીધો બદલો, નેતન્યાહુના ઘર પાસે પડ્યું ડ્રોન, એર ડિફેન્સને ઘૂસવામાં મળી સફળતા..

Bomb Threat: ખોટી બોમ્બની ધમકીઓ

આ પહેલા ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી. સાવચેતીના ભાગરૂપે, એક વિમાનને ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. વિસ્તારાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ઉડતી ત્રણ ફ્લાઈટ્સને શુક્રવારે (18 ઓક્ટોબર, 2024) સોશિયલ મીડિયા પર સુરક્ષાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ તમામ સંબંધિત અધિકારીઓને પ્રોટોકોલ મુજબ તરત જ એલર્ટ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીથી લંડન, પેરિસ અને હોંગકોંગ જતી વિસ્તારાની ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળી હતી, જે પાછળથી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Exit mobile version