Site icon News Continuous Bureau | Mumbai

Bomb Threat to 9 Schools in Delhi: દિલ્હીની 9 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: મેનેજમેન્ટમાં મચ્યો ફફડાટ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

Bomb Threat to 9 Schools in Delhi: સોમવારે સવારે દિલ્હીની 9 જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ફોન આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

Bomb Threat to 9 Schools in Delhi Panic Grips Management as Bomb Squad Conducts Intensive Search

Bomb Threat to 9 Schools in Delhi Panic Grips Management as Bomb Squad Conducts Intensive Search

News Continuous Bureau | Mumbai

રાજધાની દિલ્હીમાં સોમવારે સવારે ફરી એકવાર સુરક્ષાને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી 9 નામી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હંગામો મચી ગયો છે. આ ધમકીભર્યા કોલ્સ સવારે 8:30 થી 9:00 વાગ્યાની વચ્ચે આવ્યા હતા, જેના કારણે શાળા પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગઈ હતી.

Join Our WhatsApp Channel

વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા, શાળાઓમાં રજા જાહેર

ધમકીની માહિતી મળતાની સાથે જ સંબંધિત શાળાઓએ વિલંબ કર્યા વગર દિલ્હી પોલીસને જાણ કરી હતી. સાવચેતીના પગલા રૂપે, ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓને વર્ગખંડોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. કેટલીક શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરી દેવામાં આવી હતી અને વાલીઓને પણ આ અંગે સૂચિત કરવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાતા શાળાઓની બહાર વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Gold and Silver Prices Rocket: સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો: સોનું એકાએક ₹2,200 મોંઘું થયું, જાણો શું છે લેટેસ્ટ ભાવ

બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ દ્વારા સઘન તપાસ

ધમકી મળ્યા બાદ દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ એજન્સીઓ દ્વારા શાળાના પરિસરોની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કોઈ પણ શાળામાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નથી. તેમ છતાં પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને દરેક ખૂણે તપાસ કરવામાં આવી રહી છે.

ધમકીભર્યા કોલ્સ પાછળ કોણ? સાયબર યુનિટ સક્રિય

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ધમકીભર્યા કોલ્સનો સ્ત્રોત અને કોલ કરનારનું લોકેશન શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં સાયબર યુનિટ અને ટેકનિકલ ટીમોને પણ સામેલ કરવામાં આવી છે. અગાઉ પણ દિલ્હીની શાળાઓને આવા ફેક કોલ્સ (Fak calls) મળ્યા હતા, જેનો મુખ્ય હેતુ માત્ર દહેશત ફેલાવવાનો હતો. પોલીસે વાલીઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
 

Nikesh Arora vs Thomas Kurian Nvidia CEO નિકેશ અરોરા કે થોમસ કુરિયન? Nvidia ના કાયમી CEO કોણ બનશે, જાણો કોનું પલડું છે સૌથી ભારે
NPCI New UPI Update ડિજિટલ પેમેન્ટની દુનિયામાં મોટો ફેરફાર NPCI લાવ્યું નવી સુવિધા, હવે ગૂગલ પે અને ફોન પે દ્વારા ચૂકવણી કરવી બનશે વધુ ઝડપી અને સુરક્ષિત
Shashi Tharoor Bharat Summit Row ‘ભારત સમિટ’ માં 115 વિદેશી વક્તાઓને પ્રવેશ નકારાયો; શશી થરૂરનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ, કહ્યું ‘લોકશાહી આટલી અસુરક્ષિત કેમ?’
Microsoft Outage Flight Disruptions માઇક્રોસોફ્ટ આઉટેજથી હવાઈ સેવાઓ પર મોટી અસર, સ્પાઇસજેટની 3 ફ્લાઇટ્સ રદ, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ જારી કરી ટ્રાવેલ એડવાઇઝરી
Exit mobile version