Site icon News Continuous Bureau | Mumbai

યુરોપ પ્રવેશ માટે બોસ્નીયા બન્યું આતંકીઓનું ગઢ, પાકિસ્તાને 3000 લોકોને ગેરકાયદે ઘુસાડ્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

1 જુલાઈ 2020

પૂર્વ યુગોસ્લાવિયાથી છૂટા પડેલા, બોસ્નીયા અને હર્ઝેગોવિના, આતંકવાદીના ગઢ તરીકે ઉભરી રહયાં છે. મૂળ પાકિસ્તાનના, પરંતુ ગેરકાયદેસર સ્થળાંતર કરી બોસ્નીયા ગયેલા લોકો, આ દેશનો આતંકવાદીઓના મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે ઉપયોગ કરી રહયા છે. પાકિસ્તાની નાગરિકોની આતંકવાદીઓ સાથેની સાંઠગાંઠ પ્રકાશમાં આવી ત્યારે, બોસ્નીયા સરકારે તાજેતરમાં જ પાકિસ્તાની રાજદૂતને બોલાવ્યા હતા અને, ગેરકાયદેસર તરીકે દાખલ થયેલા પાકિસ્તાન મૂળના બે આતંકવાદીઓની હરકત માટે ઇસ્લામાબાદને ઠપકો આપ્યો હતો.

બોસ્નીયાના સુરક્ષા પ્રધાનના જણાવ્યા મુજબ 'બોસ્નીયાએ પાકિસ્તાનને જયાં સુધી આતંક બંધ ન કરે ત્યાં સુધી સહયોગ આપવાનો ઇનકાર કરી દીધો છે અને તેમના દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની આંગળીના નિશાન લઈ ફરી બાયોડેટા તપાસવાની ભલામણ કરી છે. 

ગયા મહિને એક અગ્રણી બ્રિટિશ મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે 'હજારો પાકિસ્તાનીઓ મધ્ય યુરોપમાં બોસ્નીયા અને હર્ઝેગોવિનાનો ઉપયોગ કરી યુરોપિયન યુનિયન ના દેશોમાં ગેરકાયદેસર પહોંચવા માટે સરહદ પાર કરી રહ્યા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે "બોસ્નીયન સરહદ દળનો દાવો છે કે 3,000 પાકિસ્તાની નાગરિકોને ઈસ્લામાબાદ સ્થિત દૂતાવાસે કપટપૂર્વક વિઝા આપ્યા છે, જેથી તેઓ પાકિસ્તાનથી યુરોપમાં ગેરકાયદેસર ઘુસી શકે…"

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version