Site icon

JNUમાં બ્રાહ્મણ વિરોધી નારાથી ઉશ્કેરાયુ ABVP, ગિરિરાજ સિંહે બોલ્યા – ટુકડે-ટુકડે ગેંગનું કેન્દ્ર છે

દિવાલો પર લખેલા કેટલાક સૂત્રો છે 'બ્રાહ્મણ કેમ્પસ છોડો', 'રક્તપાત થશે', 'બ્રાહ્મણો ભારત છોડો' અને 'બ્રાહ્મણો અને વાણિયાઓ, અમે બદલો લેવા માટે તમારી પાસે આવી રહ્યા છીએ.' આરએસએસ સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ AVBP એ આ માટે ડાબેરી પક્ષને જવાબદાર ગણાવ્યા છે.

Brahmins leave the campus Go back to shakha slogans at JNU probe ordered

JNUમાં બ્રાહ્મણ વિરોધી નારાથી ઉશ્કેરાયુ ABVP, ગિરિરાજ સિંહે બોલ્યા - ટુકડે-ટુકડે ગેંગનું કેન્દ્ર છે

News Continuous Bureau | Mumbai

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીનું કેમ્પસ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ગુરુવારે જેએનયુમાં અનેક ઈમારતો પર બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે બ્રાહ્મણ અને વાણિયા સમુદાયો વિરુદ્ધ નારા સાથે સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝની ઈમારતમાં તોડફોડ કરવામાં આવી હતી. બેગુસરાયમાં જેએનયુ વિવાદ પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Community

ગિરિરાજ સિંહે કહ્યું, ‘જેએનયુ જે કારણે બની હતી, આજે રાજકીય પક્ષો ટુકડે ટુકડે ગેંગ ચલાવે છે. જેએનયુ તેમનું કેન્દ્ર બની રહ્યું છે. જેએનયુમાં ક્યારેક અફઝલ ગુરુના નામે તો ક્યારેક બીજાના નામે. હું સમજું છું કે આજે દેશમાં ટુકડે ટુકડે ગેંગ અને ગઝવા-એ-હિંદ બંનેનું એક ગઠબંધન ચાલી રહ્યું છે અને ભારતની અંદર બહુમતી વચ્ચે મતભેદ કેવી રીતે પેદા થાય, આ મતભેદ પેદા કરવાની દ્રષ્ટિથી આવી હરકતો કરે છે. દેશમાં મોદીની સરકાર છે જે રાષ્ટ્ર વૈભવની વાત વિચારે છે, સર્વ હિતાય સર્વ સુખાયની વાત વિચારે છે. આ સફળ થવાનું નથી, આ ટુકડે ટુકડે ગેંગ ગજવા એ હિંદ બંનેની સાંઠગાંઠ છે તેથી જ આ કૃત્ય થયું છે.’

દિવાલો પર લખેલા કેટલાક સૂત્રો છે ‘બ્રાહ્મણ કેમ્પસ છોડો’, ‘રક્તપાત થશે’, ‘બ્રાહ્મણો ભારત છોડો’ અને ‘બ્રાહ્મણો અને વાણિયાઓ, અમે બદલો લેવા માટે તમારી પાસે આવી રહ્યા છીએ.’ આરએસએસ સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ AVBP એ આ માટે ડાબેરી પક્ષને જવાબદાર ગણાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : બેંકોમાં થશે મોટો ફેરફાર: પ્રાઈવેટાઈજેશન પછી રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય, બદલાઈ જશે સંપૂર્ણ સિસ્ટમ!

AVBPના JNU યુનિટના પ્રમુખ રોહિત કુમારે કહ્યું, ‘AVBP શૈક્ષણિક કેમ્પસમાં ડાબેરી ગુંડાઓ દ્વારા કરવામાં આવેલી તોડફોડની નિંદા કરે છે. જેએનયુ સ્થિત સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-2ની ઈમારત પર ડાબેરીઓએ અપશબ્દો લખ્યા છે. તેઓએ મુક્ત વિચારધારાવાળા પ્રોફેસરોને ધમકાવવા માટે તેમની ચેમ્બરને વિકૃત કરી છે.’ તેમણે કહ્યું, “શૈક્ષણિક જગ્યાનો ઉપયોગ ચર્ચા માટે થવો જોઈએ, સમાજ અને વિદ્યાર્થીઓ વચ્ચે વિસંગતતા પેદા કરવા માટે નહીં.” JNU શિક્ષકોના સંગઠને પણ તોડફોડની નિંદા કરવા માટે ટ્વિટ કર્યું છે અને તેના માટે ‘ડાબેરી-ઉદારવાદી ગેંગ’ને જવાબદાર ઠેરવ્યા છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version