Site icon

જાણો, એવું તે શું પૂછ્યું પત્રકારે કે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પત્રકારને મુક્કો મારવાની ધમકી આપી દીધી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 ઓગસ્ટ 2020

કોરોના સમયગાળા દરમિયાન તેમના નિવેદનોને લઈને વિવાદમાં રહેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનોરો ફરી એકવાર તેમના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ  એક પત્રકારને ધમકી આપી હતી કે બધાની સામે તેને  મુક્કો મારશે. હકીકતમાં, જ્યારે એક પત્રકારે તેમને ભ્રષ્ટાચારની યોજનામાં તેમની પત્ની ઉપરના આક્ષેપોથી સંબંધિત એક સવાલ પૂછ્યો હતો. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પત્રકારના મોઢા પર મુક્કો મારવાની ધમકી આપી હતી.    

બોલ્સોનારો જ્યારે બ્રાઝિલિયામાં મેટ્રોપોલિટન કેથેડ્રલ પર સપ્તાહિક મીટિંગમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના જવાબ પછી, પત્રકારોએ ત્યાં વિરોધ શરૂ કર્યો હતો અને તેઓએ વધુ ટિપ્પણી કર્યા વિના બેઠકનો અંત કર્યો હતો.

ઓ'ગાલોબોએ રાષ્ટ્રપતિની પૂછપરછ ક્રુસોના મેગેઝિનના અહેવાલના આધારે કરી હતી  મેગેઝિનમાં જે સમાચારો પ્રકાશિત થયા છે તે બ્રાઝિલની ફર્સ્ટ લેડી મિશેલ જેર બોલ્સોનારો અને નિવૃત્ત પોલીસ અધિકારી ફેબ્રિસીયો ક્યુરિઝ વચ્ચેની કડી વિશે પ્રશ્નો ઉભા કરે છે. તમને જણાવી દઈએ કે ફેબ્રીસિઓ ક્યુરિજ હાલમાં રાષ્ટ્રપતિના મિત્ર છે અને તેનો પુત્ર ફ્લાવરિયો બોલ્સોનારોના ભૂતપૂર્વ સલાહકાર રહી ચૂક્યા છે, જે હાલમાં સેનેટર છે.

સરકાર દ્વારા કર્મચારીઓ સાથે કથિત રૂપે છેતરપિંડી કરવામાં આવી હોવાના એક કેસની તપાસ માટે કેરીઝ અને ફ્લાવીયો બોલ્સોનારોની તપાસ ચાલી રહી છે. આ કિસ્સો ત્યારનો છે જ્યારે બોલ્સોનારોનો નાનો ભાઈ રિયો ડી જાનેરોમાં પ્રાદેશિક ધારાસભ્ય હતો. સામયિક અનુસાર, ક્યુરીઝે 2011-16 ની વચ્ચે મિશેલ બોલ્સોનારોના બેંક ખાતામાં નાણાં જમા કરાવ્યા હતા.

રાષ્ટ્રપતિના રોષની વાત ફેલાતાંની સાથે જ રિપોર્ટરના મીડિયા હાઉસે એક નિવેદન બહાર પાડતાં કહ્યું, "વ્યાવસાયિક રૂપે પોતાનું કાર્ય ચલાવતા અમારા અખબારના પત્રકાર પ્રત્યે રાષ્ટ્રપતિની આ આક્રમક વર્તન બતાવે છે કે જેર બોલ્સોનારો જાહેર સેવકની ફરજ સ્વીકારતા નથી, તે લોકો માટે જવાબદાર છે. દેશની પ્રથમ મહિલા એટલે કે તેમની પત્ની મિશેલ બોલ્સોનારોએ આજ સુધી આ કેસ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

નોંધનીય છે કે આ પહેલા પણ જેયર બોલ્સોનારોએ વિવાદિત નિવેદન આપ્યું હતું કે, ‘કેટલાક લોકો કોરોના વાયરસથી મરી જશે?, ચોક્કસ કેટલાક લોકો મરી જશે, પરંતુ આ જ જીવન છે. માર્ગ અકસ્માતને કારણે તમે કારની ફેક્ટરી બંધ કરી શકતા નથી…’

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version