News Continuous Bureau | Mumbai
ભારતના બે દિવસના પ્રવાસે આવેલા બ્રિટિશ PM બોરિસ જ્હોન્સને ભાગેડુ આર્થિક ગૂનેગારો વિજય માલ્યા અને નીરવ મોદીને વહેલી તકે ભારતને સોંપવા તૈયારી દર્શાવી છે.
જોન્સને કહ્યું કે તેઓ બંનેને ભારતને સોંપી દેવા માગે છે, પરંતુ તેમાં કેટલીક કાયદાકીય ગૂંચો છે.
તેમણે ઉમેર્યું કે, કાયદાથી બચવા માટે અમારા દેશમાં આવતા લોકોનું અમે ક્યારેય સ્વાગત કરવા માગતા નથી.
ઉલ્લેખનીય છે કે બંને આર્થિક ગૂનેગારો વિજય માલ્યા અને નીરવ મોદી ભારતમાં મોટા કૌભાંડ કરી લંડન ભાગી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને વધુ એક રાહત, પાંચમા કેસમાં પણ મળી ગયા જામીન