Site icon

BSI Enforcement Raid: BIS અધિકારીઓએ પ્રમાણપત્ર વિના ટફન ગ્લાસનુ ઉત્પાદન કરતી કાચ ઉત્પાદક ફેક્ટરીમાં એન્ફોર્સમેન્ટ દરોડા પાડ્યા..

BSI Enforcement Raid: નવી મુંબઈ ખાતે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની એક ટીમે પ્રમાણપત્ર વિના બનાવતા ટફન ગ્લાસના કાચ બનાવતી ફેક્ટરીમાં એન્ફોર્સમેન્ટ દરોડા પાડ્યા હતા. જેમાં તેમને ISI માર્ક વિનાના ટફન ગ્લાસનો જથ્થો મળી આવ્યો હતો.

BSI Enforcement Raid: BIS officials conduct enforcement raid in glass manufacturer’s factory producing toughened glass without certification

BSI Enforcement Raid: BIS officials conduct enforcement raid in glass manufacturer’s factory producing toughened glass without certification

News Continuous Bureau | Mumbai

BSI Enforcement Raid: નવી મુંબઈ ખાતે રબાલેના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ગુરવારે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની એક ટીમે પ્રમાણપત્ર વિના બનાવતા ટફન ગ્લાસના કાચ બનાવતી ફેક્ટરીમાં એન્ફોર્સમેન્ટ દરોડા પાડ્યા હતા. જેમાં તેમને ISI માર્ક વિનાના ટફન ગ્લાસ મળી આવ્યા હતા.

Join Our WhatsApp Community

બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), મુંબઈ બ્રાન્ચ ઑફિસ-II ના અધિકારીઓની એક ટીમે ગુરવારના રોજ મેસર્સ ફ્યુચર સેફ્ટી ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ, TTC ઈન્ડસ્ટ્રિયલ એરિયા, રબાલે, MIDC રોડ, નવી મુંબઈ ખાતે એનફોર્સમેન્ટ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે અગાઉની શોધ અને જપ્તીની કાર્યવાહી દરમિયાન જે કંપનીનો માલ પહેલેથી જ જપ્ત કરવામાં આવ્યો હતો. તે ફરીથી ટફન ગ્લાસના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી હતી, જે આર્કિટેક્ચરલ, બિલ્ડિંગ અને અન્ય સામાન્ય હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા સલામતી કાચ (Safety Glass) નો એક પ્રકાર છે.

BIS ના વડા શ્રી સંજય વિજે જણાવ્યું હતું. કે સેફ્ટી ગ્લાસ ઓર્ડર 2022 (QCO) મુજબ તમામ સેફ્ટી ગ્લાસ IS 2553 મુજબ BIS પ્રમાણિત હોવા જોઈએ અને તેના પર માન્ય BIS લાઇસન્સ નંબર સાથે BIS સ્ટાન્ડર્ડ માર્ક ઘરાવતા હોવા જોઈએ. સર્ચ અને જપ્તી દરમિયાન મળી આવેલા ટફન કાચ IS 2553 મુજબ BIS પ્રમાણિત નહોતા જે સેફ્ટી ગ્લાસ ઓર્ડર 2022 (QCO) નું ઉલ્લંઘન છે. દરોડા દરમિયાન 517 ચોરસ મીટર સામગ્રીનો જથ્થો મળી આવ્યો જે દર્શાવે છે કે ફેક્ટરી BIS પ્રમાણપત્ર વિના ટફન કાચના ઉત્પાદનમાં સામેલ હતી.જે BIS એક્ટ 2016ની કલમ 17(1)નું ઉલ્લંઘન છે.

આ સમાચાર પણ વાંચો: Anushka Sharma : અનુષ્કા શર્મા એ ‘જી લે ઝરા’ ની ઑફર ઠુકરાવી, આ કારણે પ્રિયંકા ચોપરાને રિપ્લેસ કરવાનો કર્યો ઇનકાર

QCO આદેશનું ઉલ્લંઘન બે વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000 નો દંડ..

QCO આદેશનું ઉલ્લંઘન બે વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000 ના દંડની અથવા બંને સજાને પાત્ર છે. BIS એક્ટ 2016 મુજબ ગુના માટે કાયદાની અદાલત (court of law) માં કેસ દાખલ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

તેથી BIS તમામ ગ્રાહકોને BIS CARE એપનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. ફરજિયાત ઉત્પાદનોની સૂચિ શોધવા માટે કે જે BIS પ્રમાણિત હોય તેવા અને ખરીદી કરતા પહેલા ઉત્પાદન પર ISI માર્કની અસલિયતની ખાતરી કરવા BIS વેબસાઇટ http://www.bis.gov.in ની મુલાકાત લેવા વિનંતી પણ કરે છે. નાગરિકોને એવી પણ વિનંતી કરવામાં આવી છે કે જો તેઓ BIS પ્રમાણપત્ર વિના ફરજિયાત પ્રોડક્ટો વેચવામાં આવી રહ્યા હોય અથવા કોઈપણ પ્રોડક્ટ્સ પર ISI માર્કનો દુરુપયોગ થતો હોય. તેવા કોઈ પણ સંજોગોમાં ગ્રાહક આ અંગે જાણ કરી શકે છે. આવી ફરિયાદો ઈ-મેલ દ્વારા પણ કરી શકાય છે. આવી માહિતીનો સ્ત્રોત ગુપ્ત રાખવામાં આવશે. ને જો ફરિયાદ કાર્યવાહી દરમિયાન સાચી પડી તો દોષિત વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version