Site icon

મોદી સરકારનો ક્રાંતિકારી નિર્ણય. 40 લાખના ટર્નઓવર સુધી કોઈ ટેક્સ ભરવો નહીં પડે.. જાણો સંપુર્ણ વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 ઓગસ્ટ 2020

કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ ટેક્સ મામલે કરદાતાઓને એક મોટી રાહત આપી છે. વિત્ત મંત્રાલયે વેપારીઓને આપવામાં આવતી જીએસટીનો મર્યાદા બમણી કરી દીધી છે. હવે 40 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી કરતાં કારોબારીઓને જીએસટીમાંથી છૂટ મળશે. પહેલાં આ સીમા 20 લાખ રૂપિયાની હતી. એટલું જ નહીં, જે કારોબારીઓનું વાર્ષિક ટર્નઓવર 1.5  કરોડ રૂપિયા છે, તે પણ કંપોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યારબાદ તેઓને ફક્ત એક ટકાના દરથી જીએસટીનો ટેક્સ ભરવો પડશે.

જીએસટી લાગુ થયા પછી, અનેક ચીજો પરનો ટેક્સ દર ઘટાડવામાં આવ્યો છે. 28 ટકાનો જીએસટી દર માત્ર લક્ઝરી વસ્તુઓ પર મર્યાદિત છે. 28 ટકાના સ્લેબમાં કુલ 230 વસ્તુઓમાંથી 200 જેટલી વસ્તુઓ નીચલા સ્લેબમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. જ્યારે જીએસટી લાગુ થયો હતો, તે સમયે જીએસટી દ્વારા કવર કરાયેલ એસેસીઝની સંખ્યા લગભગ 65 લાખ હતી, જે હવે વદીને 1.24 કરોડથી વધારે થઈ ગઈ છે. સાથે જ જીએસટીની  તમામ પ્રક્રિયાઓ કોમ્પ્યુટર ના માધ્યમથી થાય છે. આથી પહેલાં જયા જ્યા વચેટિયાઓને રિસવાત આપવી પડતી હતી એ તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન થઈ ગઈ છે.

અંતમા વિત્ત મંત્રાલયે ટ્વીટ કરી લખ્યું કે, શ્રી અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ પર, અમે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને રાષ્ટ્રનિર્માણમાં તેઓના સ્થાયી યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. નોંધનીય છે કે.  અરૂણ જેટલીએ 2014-19 દરમિયાન કેન્દ્રીય વિત્ત મંત્રીના રૂપમાં ઘણાં મોટા મોટા નિર્ણય લીધાં હતા કે જેનાથી વેપારીઓને ઘણો લાભ થયો હતો. તેમાંનો એક નિર્ણય હતો GST લાગુ કરવાનો.. જેને ભારતીય કરવેરા ઈતિહાસમાં સૌથી ક્રાંતિકારી અને મૂળભૂત સુધારાઓમાંનું એક રૂપ માનવામાં આવશે… 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ

માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version