News Continuous Bureau | Mumbai
CAA rules : નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ લોકોને નાગરિકતા મળવાની શરૂઆત થઇ ગઈ છે. નાગરિકતા સંશોધન કાયદા હેઠળ, 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે બુધવારે (15 મે) ના રોજ આ માહિતી શેર કરી. ગૃહ મંત્રાલયે બુધવારે તેમને નાગરિકતા સંબંધિત દસ્તાવેજો સોંપ્યા અને તેમની અરજીને મંજૂરી આપી છે.
CAA rules : અરજદારોને નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા
કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ આજે નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા. આ અવસર પર ગૃહ સચિવે અરજદારોને નાગરિકતા સંશોધન કાયદા વિશે મહત્વની બાબતો જણાવી. આ પ્રસંગે સેક્રેટરી, પોસ્ટ, ડાયરેક્ટર અને રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
CAA rules : આ લોકો ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને ભારત આવ્યા
મહત્વનું છે કે આ લોકો પડોશી દેશોમાંથી ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને ભારત આવ્યા હતા. આ કાયદા હેઠળ નાગરિકતા મેળવનારા આ પહેલા લોકો છે. ભારત સરકારે 11 માર્ચ, 2024 ના રોજ નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ને સૂચિત કર્યા હતા. આ નિયમોમાં અરજી કરવાની પદ્ધતિ, ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી (DLC) દ્વારા અરજી ફોરવર્ડ કરવાની પ્રક્રિયા અને સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટી (EC) દ્વારા અરજીઓની ચકાસણી અને નાગરિકતા પ્રદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Uttarakhand Fire: ઉત્તરાખંડના જંગલોમાં આગ અને અધિકારીઓ ચૂંટણી ફરજ પર; સુપ્રીમ કોર્ટે લગાવી રાજ્ય સરકારને ફટકાર…
CAA rules : આ ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે
જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન કાયદા દ્વારા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. કાયદા અનુસાર, 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે.