Site icon

 મોદી કેબિનેટનો મોટો નિર્ણય, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણને આ વર્ષ સુધી ચાલુ રાખવાની આપી મંજૂરી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

પીએમ મોદીએ ૨૦૧૫ માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લોન્ચ કરી હતી. ગ્રામીણ આવાસ યોજનાના માધ્યમ દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોને ઘરના રીપેરિંગ અને ઘર બનાવવા આર્થિક સહાયતા અપાય છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ સમતળ જમીન માટે ૧,૨૦,૦૦૦ અને પહાડી વિસ્તારો માટે ૧,૩૦,૦૦૦ની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે. બુધવારે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં સાપ્તાહિક કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં મોદી સરકારે ગ્રામીણ આવાસ યોજના લંબાવી દીધી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાને ૨૦૨૪ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો છે.  કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને (ગ્રામીણ) ૨૦૨૪ સુધી ચાલુ રાખવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

કોરોના દરમિયાન ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વધી આર્થિક અસમાનતા, સામે આવ્યા આ આંકડા

Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
Exit mobile version