Site icon News Continuous Bureau | Mumbai

CDSCO : મોદી કેબિનેટે મેડિકલ પ્રોડક્ટ્સ રેગ્યુલેશનના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને એક્વાડોર વચ્ચેના સમજૂતી પત્ર (એમઓયુ)ને મંજૂરી આપી

CDSCO : સીડીએસસીઓ આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલયની ગૌણ કચેરી છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સંલગ્ન કચેરી છે. CDSCO એ ભારતમાં દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનો માટેની રાષ્ટ્રીય નિયમનકારી સત્તા છે.

CDSCO Cabinet approves memoranda on health products with Netherlands, Dominican Republic, Ecuador

CDSCO Cabinet approves memoranda on health products with Netherlands, Dominican Republic, Ecuador

News Continuous Bureau | Mumbai

CDSCO : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને 07મી નવેમ્બર 2023ના રોજ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO), સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને Agencia Nacional de Regulation, Control Y Vigilancia Sanitria – ARCSA, ડોક્ટર લીઓપોલ્ડો ઇઝક્વીટા પેરેઝ, એક્વાડોરની પ્રજાસત્તાક સરકાર વચ્ચે મેડિકલ પ્રોડક્ટ્સ રેગ્યુલેશનના ક્ષેત્રમાં સહકાર પર હસ્તાક્ષર કરાયેલા સમજૂતી પત્રથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

લાભ:

સમજૂતી મેમોરેન્ડમ બંને પક્ષો વચ્ચેના નિયમનકારી પાસાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે અને તબીબી ઉત્પાદનોના નિયમનના ક્ષેત્રમાં સહકાર વધારવામાં અને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ સારા સંકલનમાં મદદ કરશે.

રોજગાર સર્જનની સંભાવના:

એમઓયુના કારણે નિયમનકારી પ્રેક્ટિસમાં કન્વર્જન્સ ભારતમાંથી દવાઓની નિકાસ વધારવામાં મદદ કરી શકે છે અને પરિણામે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં શિક્ષિત વ્યાવસાયિકો માટે વધુ સારી રોજગારીની તકોમાં મદદ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Union cabinet : કેબિનેટે 16મા નાણાપંચ માટે પોસ્ટની રચનાને મંજૂરી આપી

આત્મનિર્ભર ભારતઃ

એમઓયુ તબીબી ઉત્પાદનોની નિકાસને સરળ બનાવશે જેનાથી વિદેશી હૂંડિયામણની કમાણી થશે. આ આત્મનિર્ભર ભારત તરફ એક પગલું હશે.

પૃષ્ઠભૂમિ:

સીડીએસસીઓ આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલયની ગૌણ કચેરી છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સંલગ્ન કચેરી છે. CDSCO એ ભારતમાં દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનો માટેની રાષ્ટ્રીય નિયમનકારી સત્તા છે. Agencia Nacional de Regulation, Control Y Vigilancia Sanitria – ARCSA, ડોક્ટર લીઓપોલ્ડો ઇઝક્વીટા પેરેઝ એ એક્વાડોર પ્રજાસત્તાકમાં આ ઉત્પાદનોનું નિયમન કરતી રેગ્યુલેટરી એજન્સી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version