ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર
દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કેબિનેટમાં આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.
લગ્નની ઉંમર વધારવા માટે બાળ લગ્ન કાયદામાં સુધારો કરવામાં આવશે.
આ સંબંધિત બિલ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
વર્તમાન કાયદા પ્રમાણે દેશમાં વિવાહ માટે પુરૂષોની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહિલાઓની 18 વર્ષની છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ, 2020ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દીકરીઓને કુપોષણથી બચાવવા માટે જરૂરી છે કે, તેમના લગ્ન ઉચિત સમયે થાય.
મહિલાઓ વધારે સંખ્યામા જ્જ બની દેશનું ભવિષ્ય બદલો : એન.વી. રમણા