Site icon

કોરોના ની રસી લીધા પછી પણ લોકોને થાય છે કોરોના .કારણ જાણો અહીં…..

  સમગ્ર વિશ્વમાં કોરોના નો વ્યાપ વધી રહ્યો છે. પરંતુ સામે રાહત એ પણ છે કે કોરોના નિવારણ માટેની રસી માર્કેટમાં આવી અને જનતા સુધી પહોંચી પણ રહી છે .પરંતુ આ રસીના એક ડોઝ લીધા પછી પણ થવાના કેસો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે.મુંબઈના ગુજરાતી થિયેટર જગતના મહારથી પરેશ રાવલને વેક્સિન નો પ્રથમ ડોઝ લીધા બાદ પણ કોરોના થયો છે. એવા સમાચાર આવતા જ સામાન્ય જનતામાં પ્રશ્ન ઉદ્ભવે છે કે વેકસીન લીધા પછી પણ કોરોના સંક્રમણ થવાનું કારણ શું? તેનો જવાબ આપે છે, કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીન ડોક્ટરહેમંત દેશમુખ.


   ઓલ ઇન્ડિયા રેડિયો સાથે થયેલી મુલાકાત દરમિયાન ડોક્ટર દેશમુખ  જણાવે છે કે, વેકસીન લીધા ની અસર તેના બીજા ડોઝ ના 15 દિવસ પછી જ શરૂ થાય છે. માટે વેક્સિન નો પ્રથમ ડોઝ લીધા પછી પણ સાવચેતી રૂપે કોરોના નિવારણ અંગે નિયમો પાળવા ખૂબ જ જરૂરી છે.જોકે વેકસીન લીધા પછી કોરોના થાય તો તે શરીરમાં ગંભીર અસર કરતો નથી. કારણ રસી શરીરની અંદરના વાયરસ સામે લડવાની એન્ટિબોડીઝ ઝડપથી રચવાનું શરૂ કરે છે.
   ડોક્ટર દેશમુખ દ્રઢ પણે કહે છે કે, વેકસીન લીધા પછી પણ માસ્ક પહેરવું, વારે ઘડીએ હાથ ધોવા, તેમ જ સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમોનુ પાલન કરવું અગત્યનું છે.

Join Our WhatsApp Community
Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version