Site icon

IT Rules Amendments: IT નિયમો મામલે બોમ્બે હાઈકોર્ટની કેન્દ્ર સરકારને ટકોર- કહ્યું- કીડીને મારવા હથોડાનો ઉપયોગ કરી શકાય નહીં… જાણો શું છે સમગ્ર મામલો..

IT Rules Amendments: કોર્ટે સુધારેલા નિયમો હેઠળ સૂચિત ફેક્ટ ચેક યુનિટ (FCU) અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે કેન્દ્રના FCUની ફેક્ટ-ચેક કોણ કરશે.

Can Not Bring Hammer To Kill Ant On Centre IT Rules Against Fake News Says Bombay High Court

Can Not Bring Hammer To Kill Ant On Centre IT Rules Against Fake News Says Bombay High Court

News Continuous Bureau | Mumbai
IT Rules Amendments: બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ફેક ન્યૂઝ (Fake news) સામે કેન્દ્ર સરકાર(Central govt)ના નવા આઈટી નિયમોમાં કરાયેલા સુધારાને કડક ગણાવ્યા છે. કોર્ટે કટાક્ષ કરતા કહ્યું હતું કે, કીડીને મારવા હથોડાનો ઉપયોગ કરી શકાય નહીં. જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે નિયમોમાં મોટા ફેરફારો થઈ શકે છે. એક દિવસ પહેલા સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આઈટીનો નવો નિયમ સરકારી હુકમનામું છે, તે બચાવની તક આપતું નથી.

સરકાર જવાબ આપવા બંધાયેલી- કોર્ટ

કોર્ટે કહ્યું કે તેને હજુ નિયમોમાં એમેન્ડમેન્ટ(IT Rules Amendments) પાછળની જરૂરિયાત સમજાતી નથી. સરકારની એક ઓથોરિટીને ખોટા અને ગેરમાર્ગે દોરતા સમાચારો અંગે નિર્ણય લેવાની સત્તા આપવાની બાબતને સમજવી મુશ્કેલ છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહી પ્રક્રિયામાં સરકાર અને નાગરિક બંને સમાન રીતે સહભાગી હોય છે. એટલે નાગરિક પાસે પ્રશ્ન પૂછવાનો અને જવાબો માંગવાનો અધિકાર છે. સરકાર જવાબ આપવા બંધાયેલી છે.

Join Our WhatsApp Community

ફેક્ટ ચેકિંગ યુનિટને સંપૂર્ણ સત્તા

કોર્ટે કહ્યું કે સરકાર પણ લોકતાંત્રિક પ્રક્રિયામાં સહભાગી છે અને પ્રશ્નોથી મુક્ત નથી. કોર્ટે સુધારેલા નિયમો હેઠળ સૂચિત ફેક્ટ ચેક યુનિટ (FCU) વિશે પણ ચિંતા વ્યક્ત કરી, પૂછ્યું કે કેન્દ્રના FCUની સત્યતા કોણ તપાસશે. તેમને એ પણ વિચિત્ર લાગે છે કે શું બનાવટી, ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે તે નક્કી કરવા માટે સરકારે એક ઓથોરિટી ફેક્ટ ચેકિંગ યુનિટને સંપૂર્ણ સત્તા આપી છે.

આ સમાચાર પણ વાંચો:  Selfie Video :મોતની સેલ્ફી, કેદારનાથમાં હેલીપેડ પર સેલ્ફી લેવા ગયો યુવક, સુરક્ષાકર્મીઓએ આ રીતે સબક શિખવાડ્યો, જુઓ વીડિયો

અરજદારોએ નિયમોને મનસ્વી ગણાવ્યા

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા(Social media) પર તેના વિરુદ્ધ વાયરલ થઈ રહેલા નકલી કન્ટેન્ટને રોકવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં IT નિયમોમાં (IT Rules Amendments) ફેરફાર કર્યા છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા, એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા અને એસોસિએશન ઑફ ઈન્ડિયન મેગેઝિને તેની વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે.

અરજીકર્તાઓએ સરકારના નિયમોને મનસ્વી અને ગેરબંધારણીય ગણાવ્યા છે. એવો પણ દાવો કર્યો છે કે આ ફેરફારોથી નાગરિકોના મૂળભૂત અધિકારો પર પ્રતિકૂળ અસર પડશે. એસોસિયેશન ઓફ ઈન્ડિયન મેગેઝીન્સ તરફથી હાજર રહેલા એડવોકેટ ગૌતમ ભાટિયાએ દલીલ કરી હતી કે ફેક ન્યૂઝને રોકવા માટે સોશિયલ મીડિયા પર ઓછા પ્રતિબંધિત વિકલ્પો ઉપલબ્ધ છે.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version