ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 મે 2021
સોમવાર
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ સામે ભાજપે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. કમલનાથે કોરોનાને ઇન્ડિયન વેરિયેન્ટ કહ્યો હતો. તેમના આવા વિધાનને કારણે ભારત દેશની વૈશ્વિક સ્તરે પ્રતિમા બગડી ગઈ હોવાનો દાવો ભાજપે કર્યો છે, પરંતુ કમલનાથ પોતાના વિધાન પર કાયમ છે. હું કોઈનાથી ડરતો નથી. હું મારા અંતિમ શ્વાસ સુધી લડી લઈશે એવો હુંકાર પણ તેમણે કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે કમલનાથે 22 મેના શનિવારના કહ્યું હતું કે દુનિયામાં જે કોરોના ફેલાયો છે, તેને હવે ઇન્ડિયન કોરોનાના નામથી ઓળખવામાં આવી રહ્યો છે. અનેક દેશોના વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિ એને ઇન્ડિયન વેરિયેન્ટથી બોલાવી રહ્યા છે.
