Site icon

Cash-for-query row: સાંસદ મહુઆ મોઇત્રાની ‘લાંચ લઈ પ્રશ્ન પૂછવા’ના આરોપમાં મુશ્કેલી વધી, લોકપાલે આપ્યા આ આદેશ..

Cash-for-query row: કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. હવે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે મહુઆ મોઇત્રા વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દુબેએ 21 ઓક્ટોબરે મહુઆ વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલને ફરિયાદ કરી હતી.

Lokpal has ordered CBI probe against Trinamool MP Mahua Moitra BJP MP

Lokpal has ordered CBI probe against Trinamool MP Mahua Moitra BJP MP

News Continuous Bureau | Mumbai 

Cash-for-query row: પૈસા લઇ સંસદમાં પ્રશ્નો પૂછવાના કેસમાં ફસાયેલા TMC સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેમની ફરિયાદના આધારે લોકપાલે આરોપી સાંસદ મૈત્રા વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે.

Join Our WhatsApp Community

શું છે સમગ્ર મામલો?

સંસદીય એથિક્સ કમિટી (Ethics committee) ના અધ્યક્ષ વિનોદ સોનકરે કહ્યું હતું કે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ TMC સાંસદ મહુઆ-મોઇત્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે. એથિક્સ પેનલને તેમના 3 પાનાના હસ્તાક્ષરિત એફિડેવિટમાં, દર્શન હિરાનંદાનીએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સાથેની તેમની મિત્રતાનો સ્વીકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે લોકસભાના સભ્યએ અદાણી જૂથ પર હુમલો કરવાનું પ્રસિદ્ધિના માર્ગ તરીકે જોયું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ‘મહુઆ મોઇત્રા લોકસભા ચૂંટણી 2019માં સાંસદ બની હતી. તેમને તેમના મિત્રોએ સલાહ આપી હતી કે પ્રસિદ્ધિનો સૌથી ટૂંકો રસ્તો નરેન્દ્ર પર હુમલો કરવાનો છે. ગૌતમ અદાણી અને નરેન્દ્ર મોદી બંને ગુજરાતમાંથી આવે છે. પીએમ પર હુમલો કરવાનો આ સૌથી સરળ રસ્તો છે.

આ સમાચાર પણ વાંચો :  Adani Port: ગૌતમ અદાણીને મળ્યું અમેરિકાનું સમર્થન, ચીનના પ્રભાવને રોકવા માટે અમેરિકન એજન્સી DFC શ્રીલંકા પોર્ટમાં કરશે આટલા કરોડનું રોકાણ.. જાણો વિગતે…

 શું છે મહુઆ મોઇત્રાનો પક્ષ?

મહુઆ મોઇત્રાએ આરોપોને ફગાવી દીધા અને તેને ભાજપનું કાવતરું ગણાવ્યું. તેણે સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, એથિક્સ કમિટીના અધ્યક્ષ મીડિયા સાથે ખુલીને વાત કરે છે. કૃપા કરીને લોકસભાના નિયમો જુઓ. એફિડેવિટ મીડિયા સુધી કેવી રીતે પહોંચે છે? ચેરમેને પહેલા તપાસ કરવી જોઈએ કે આ લીક કેવી રીતે થયું. હું ફરી કહું છું – અદાણી પર મને ચૂપ કરવા માટે ભાજપનો વન-પોઇન્ટ એજન્ડા મને લોકસભામાંથી હાંકી કાઢવાનો છે.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version