ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,9 ઓગસ્ટ 2021
સોમવાર
આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના જજોની વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક પોસ્ટ કરવા બદલ સીબીઆઇએ વધુ બે લોકોની ધરપકડ કરી છે.
જેને પગલે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા વધીને પાંચ થઇ છે.
સીબીઆઇની આ કામગીરી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રામનાની ટિપ્પણીની અસર મનાય છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતના ચીફ જસ્ટિસ રમન્નાએ આ મામલે આકરી ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે નીચલી કોર્ટના જજો ધમકી અંગે ફરિયાદ કરે છે તો સંસ્થાઓ જવાબ નથી આપતી.
તેઓ ધનવાદ (ઝારખંડ)ના જિલ્લા જજની હત્યાના મામલે શુક્રવારે કરાયેલી સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી રહ્યા હતા.
