Site icon

CBI: સીબીઆઈ કોર્ટે વીમા છેતરપિંડીના કેસમાં 2 આરોપીઓને 5 વર્ષની કેદ, 17.2 લાખ ફટકાર્યો દંડ

CBI: સીબીઆઈ કોર્ટે છેતરપિંડીવાળા વીમા દાવાઓના કેસમાં 2 આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 17.2 લાખનો દંડ ફટકાર્યો

CBI CBI court sentences 2 accused to 5 years in prison, fines them Rs 17.2 lakh in insurance fraud case

CBI CBI court sentences 2 accused to 5 years in prison, fines them Rs 17.2 lakh in insurance fraud case

CBI: CBI કેસોના વિશેષ ન્યાયાધીશે અમદાવાદની કોર્ટ નં. 7માં છેતરપિંડીવાળા વીમા દાવાના મામલે 2 વ્યક્તિઓને અર્થાત SRJ એસોસિએટ્સ મેસર્સ માર્ક્સ કેમિકલ અને મેસર્સ SRJ એસોસિએટ્સના ભાગીદારના પાર્ટનર હસન અબુ સોની અને અને સર્વેયર/લોસ મૂલ્યાનંકાર સંજય રમેશ ચિત્રેને કુલ રૂ. 17.2 લાખના દંડની સાથે પાંચ વર્ષની સખત કેદ (આરઆઈ)ની સજા ફટકારવામાં આવી છે.

Join Our WhatsApp Community

સીબીઆઈએ 30-01-2003ના રોજ ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL), ડિવિઝનલ ઓફિસ, નવસારીના તત્કાલીન સિનિયર ડિવિઝનલ મેનેજર,  ઉપરોક્ત દોષિત વ્યક્તિઓ અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપી તત્કાલીન સિનિયર ડિવિઝનલ મેનેજરે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને ખાનગી વ્યક્તિઓ/આરોપીઓ સાથે મળીને બનાવટી દસ્તાવેજોના આધારે વીમા દાવા મંજૂર કર્યા હતા, જેના કારણે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડને બે પોલિસીમાં રૂ. 4,41,145 અને રૂ. 4,94,712નું નુકસાન થયું હતું.

આ સમાચાર પણ વાંચો: Surat: આવતીકાલે સુરતની જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા, જારી કરાયા આ પ્રતિબંધાત્મક આદેશો..

CBI: તપાસ પૂર્ણ થયા પછી સીબીઆઈએ દોષિત આરોપીઓ સહિત અન્ય લોકો સામે 24.06.2005ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ દરમિયાન ફરિયાદી પક્ષના 38 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને આરોપી વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, છેતરપિંડીના હેતુથી બનાવટી બનાવવા અને વીમા દાવા મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરવાના કેસમાં આરોપીઓ સામેના આરોપોના સમર્થનમાં 255 દસ્તાવેજો/પ્રદર્શનો પર આધાર રાખવામાં આવ્યો હતો.

ટ્રાયલ પછી કોર્ટે ઉપરોક્ત આરોપીઓને દોષિત ઠેરવ્યા અને તેમને સજા ફટકારી છે. આરોપી તત્કાલીન જાહેર સેવક સામેના આરોપો રદ કરવામાં આવ્યા હતા કારણ કે તેનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version